સોપોરઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ઘરેમા ઘૂસીને બાળકીને ગોળી મારનારો આતંકી આસિફને સેનાએ ઠાર મરી દીધો છે. ચાર દિવસ પહેલા ફળના વેપારી દુશ્મની કાઢવા માટે લશ્કર-એ-તૈયબાના આ આતંકીએ તેમના ઘરે ઘૂસીને ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં પરિવારના ચાર સભ્યો સહિત ચાર વર્ષની બાળકી આસમાં પણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

અથડામણમાં બે પોલીસકર્મી પણ ઘાયલ.....
લશ્કરના આતંકી આસિપની સાથે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં થયેલી આ અથડામણમાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા ઘાટીમાં સોપોરના ડંગેરપોરા ગામાં લશ્કરના બે આતંકીઓએ ફળના વેપીરના ઘરમાં ઘૂસીને હુમલો કરી દીધો હતો. આ હુમલમાં ચાર વર્ષની બાળકી સહિત ચાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે આ હુમલાને 'આતંકવાદનો નિર્દયતાપૂર્ણ કાર્ય' ગણાવ્યુ હતુ.





ભારતીય સેનાએ આનો જવાબ આપતા લશ્કરના આતંકી આસિફને ઠાર મારીને બદલો લીધો હતો.