LIC Special Revival Campaign: ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation) દેશની સૌથી મોટી અને જુની જીવન વીમા કંપની છે, આના દેશભરમાં કરોડો વીમાધારક (LIC Policy Holders) છે. અનેકવાર પૉલીસ લીધા બાદ આનુ પ્રીમિયમ ભરવાનુ ભૂલી જઇએ છીએ, અને પૉલીસી બંધ થઇ જાય છે. જો તમારી સાથે પણ આવુ થયુ છે, તો એલઆઇસી (LIC) તમને ફરીથી પૉલીસી ચાલુ કરવાનો મોકો આપી રહી છે. બંધ પડેલી પૉલીસ શરૂ કરવા માટે ભારતીય જીવન વીમા નિગમે 'એલઆઇસી સ્પેશ્યલ રિવાઇવલ કેમ્પેઇન' (LIC Special Revival Campaign) શરૂ કર્યુ છે. આ અભિયાન 1 ફેબ્રુઆરીથી શરૂ થઇને 24 માર્ચ, 2023 સુધી ચાલશે. 


આ અભિયાનની ખાસ વાત છે કે, આમાં પૉલીસી શરૂ કરવા માટે થનારા ખર્ચ લેટ ફી પર પણ એલઆઇસી તગડુ ડિસ્કાઉન્ડ આપી રહી છે. આવામાં જો તમારી પૉલીસી પણ લેપ્સ થઇ ગઇ છે અને તમે આને ફરીથી ચાલુ કરવા માંગો છો, તો આ તમારા માટે એક સારો મોકો છે. જાણો કઇ પૉલીસીને આ કેમ્પેઇન દ્વારા ફરીથી ચાલુ કરી શકાય છે. આની સાથે આની પ્રક્રિયા શું છે - 


5 વર્ષમાં બંધ પડેલી પૉલીસીને ફરીથી કરી શકાશે ચાલુ- 
એલઆઇસી આ સ્પેશ્યલ રિવાઇવલ કેમ્પેઇન દ્વારા 5 વર્ષની અંદર લેપ્સ થઇ ગયેલી પૉલીસીને ફરીથી ચાલુ કરવાની સુવિધા આપી રહી છે. સામાન્ય રીતે આટલા લાંબા સમય પૉલીસી રિવાઇલ કરવાની સુવિધા એલઆઇસી નથી આપતી, પરંતુ આ કેમ્પેઇનમાં પૉલીસી હૉલ્ડરને આ સ્પેશ્યલ છૂટ મળી રહી છે. તમે કેટલીક શરતોને પુરી કરીને એલઆઇસી પૉલીસીને ચાલુ કરાવી શકો છો. 


લેટ ફી પર મળી રહ્યું છે આટલુ ડિસ્કાઉન્ટ 
આ કેમ્પેઇન દ્વારા પૉલીસી હૉલ્ડર્સને લેટ ફી પર 30 ટકાનુ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. તમને કેટલી લેટ ફી આપશે તે માત્ર એ વાત પર નિર્ભર કરે છે કે તમારુ પ્રીમિયમની રકમ કેટલી છે. 1 લાખ રૂપિયાના પ્રીમિયમ પર 25 ટકા એટલે કે 2,500 રૂપિયાની મેક્સિમમ છૂટ મળી શકે છે. વળી 1.1 લાખથી 3 લાખ રૂપિયાની પ્રીમિયમ પર 25 ટકા એટલે કે મેક્સીમમ 3,000 રૂપિયાની છૂટ મળી શકે છે. વળી, 3 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમની લેટ ફી તમને 30 ટકા એટલે કે મેક્સીમમ 3,500 રૂપિયાની છૂટ મળી શકે છે.