અરવિંદ કેજરીવાલે દિલ્હીના CM તરીકે શપથ ગ્રહણ કર્યા, કહ્યું- મોદીના આશીર્વાદ માંગુ છું

આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં શપથ લીધા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 Feb 2020 12:55 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ આજે ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાશે. આ પહેલા વર્ષ 2013 અને 2015માં પણ કેજરીવાલે રામલીલા મેદાનમાં...More

કેજરીવાલે કહ્યું- કેટલાક લોકો કહી રહ્યા છે કેજરીવાલ બધુ ફ્રી કરી રહ્યા છે. આ દુનિયામાં જેટલી કિંમતી ચીજો છે તે ફ્રી છે. મા અને પિતાનો પ્રેમ ફ્રી હોય છે. શ્રવણ કુમારની સેવા ફ્રી હતી. હું દિલ્હીવાસીઓને અને દિલ્હીવાસી કેજરીવાલને ખૂબ પ્રેમ કરે છે. જો હું સ્કૂલમાં ભણતા બાળકો પાસેથી, હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો પાસેથી રૂપિયા લંઉ તો લાંછન છે આવા મુખ્યમંત્રી પર. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગશે તેવો સમય જલદી આવશે.