ઝારખંડમાં સોરેન સરકાર, રાજ્યના 11માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ હેમંત સોરેનને રાજ્યના 11માં મુખ્યંત્રી તરીકેના શપથ લેવડાવ્યા.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 29 Dec 2019 02:40 PM

બ્રેકગ્રાઉન્ડ
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના 23 ડિસેમ્બર, 2019, સોમવારના રોજ પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી...More
રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના 23 ડિસેમ્બર, 2019, સોમવારના રોજ પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યા હતા. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી હતી. અપક્ષનો 2 બેઠક પર વિજય થયો હતો.
લોહરદગાથી કોંગ્રેસ ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ અને ચતરાથી RJD ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાએ પણ હેમંત સરકારમાં મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.