Lok Sabha Election 2024 Live: ચૈતર વસાવાને છ મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી

Lok Sabha Election Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર માટે બિહારના ગયા પહોંચ્યા. અહીંથી તેઓ પશ્ચિમ બંગાળ જશે અને જનતા પાસે વોટ માંગશે.

gujarati.abplive.com Last Updated: 17 Apr 2024 01:58 PM
રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ

રાજકોટ શહેરમા ભાજપના હોડિંગ્સને લઈને આચારસંહિતાની ફરિયાદ.


જાણીતા વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા સી-વીજીલ પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવી.


રાજકોટ શહેરમાં અલગ અલગ અંદાજે 100 હોર્ડિંગ લગાડવામાં આવ્યા.


અલગ અલગ હોલ્ડિંગ્સમાં મુદ્રણ અને પ્રકાશન લખવામાં આવ્યું નથી.


127 એ લોક પ્રતિનિધિ અધિનિયમ મુજબ સામાન્ય નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી.


મહાનગરપાલિકાના અધિકારીઓ રેસકોર્સ પહોંચ્યા.


અલગ અલગ પાંચ જેટલા કોડિંગ ઉતારવામાં આવ્યા.


ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભાજપ સામે બૌદ્ધિક લડાઈ શરૂ કરવામાં આવી.


આચાર સંહિતા વિભાગીય નોડલના અધિકારી રેસકોસ રીંગરોડ પર હોલ્ડિંગ સુધારવા પહોંચ્યા.


હોર્ડિંગ્સમાં ક્યાંય મુદ્રણ અને પ્રકાશનનો ઉપયોગ નહીં.


ક્ષત્રિય આગેવાનોએ પૂછ્યું આ હોલ્ડિંગ ની મંજૂરી છે કે કેમ અધિકારીઓ ન બોલી શક્યા.

છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ

છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસમાં ભંગાણ.


કોંગ્રેસનાં કાર્યકરો અને ક્ષત્રિય સમાજનાં કાર્યકરો ભાજપમાં જોડાયા.


છોટાઉદેપુરનાં લોકસભા ઉમેદવાર જશુ રાઠવા અને ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા.


ક્ષત્રિય સમાજનાં અગ્રણી ગોપાલસિંહ ઠાકોરનું નિવેદન. કેટલીક જગ્યા પર ભાજપનો ક્ષત્રિય સમાજ વિરોધ કરતા હશે.


વડોદરામાં ક્યાંય ક્ષત્રિય સમાજ ભાજપનાં વિરોધમાં નથી. આજે 500થી વધુ લોકો ભાજપ માં જોડાયા છે.

નીતિન પટેલનું નિવેદન

રામ એટલે સત્ય, પવિત્રતા, ક્ષમા, ઉદારતા.


તેમના આશિર્વાદથી સમગ્ર વિશ્વનું જીવન ચાલે છે.


જ્યાં જ્યાં હિન્દૂ વસે છે ત્યાં રામનવમી ઉજવાય છે. 


24 કલાકથી ધૂન ગઈ કાલ થી ચાલુ થઇ તેની પુર્ણાહુતી થઇ.


વર્ષો વર્ષ સુધી રામ લલા માત્ર ચૂંટણીમાં બિરાજમાન હતા.


હવે આયોધ્યામાં મંદિરનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.


પણ બધાની લાગણીને કારણે આ વર્ષે પ્રથમ વખત ભવ્ય મંદિરમાં ઉજવાઈ રહ્યું છે.


અત્યાર સુધીમાં કરોડો લોકો દર્શન કરી ચુક્યા છે.


 ક્ષત્રિયો મામલે નીતિન પટેલનું નિવેદન, ભગવાન રામ સમગ્ર હિંદુઓના પૂજનીય છે જે ક્ષત્રિય છે. 


ભગવાન રામને હું પ્રાર્થના કરું છું કે જે પણ પ્રશ્નો હોય તેનો સુખદ નિરાકરણ થાય. 


વિવાદિત નિવેદન સામે નીતિન પટેલનું નિવેદન બધા મર્યાદામાં રહે તે જરૂરી છે. 


દેશની રક્ષા કરવી હોય તો ભગવાનના આશિર્વાદ મેળવવા જોઈએ, ધર્મ અને દેશ એક જ છે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રભુ શ્રી રામના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો


આજે રામનવમી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રભુ શ્રી રામના દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. રાજકોટના ધોરાજીમાં રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. ધોરાજીના વિવિધ વિસ્તારમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા જોડાયા. વસોયાએ જય શ્રી રામનો નારો લગાવી પ્રભુ શ્રી રામના દર્શન કર્યા. તો ઢોલ વાડી તલવાર રાસમાં પણ ભાગ લીધો. તો જય શ્રી રામના નારા સાથે રાજકોટ શહેર ગુંજી ઉઠ્યુ. આજે વહેલી સવારે રાજકોટના માર્ગો પર રૈયા રોડ વિસ્તારથી ભવ્ય શોભાયાત્રા નીકળી. આ શોભાયાત્રાનું ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યુ. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખભાઈ પટેલે પ્રભુ શ્રી રામના દર્શન કરી ચૂંટણીમાં જીત માટેના આશિર્વાદ મેળવ્યા. શહેરના વસ્ત્રાલમાં આવેલા પ્રસિદ્ધ રામજી મંદિર અયોધ્યા ધામના દર્શને હસમુખ પટેલ પહોંચ્યા. જ્યાં તેમને ભગવાન રામના દર્શન કર્યા અને ફૂલહાર અર્પણ કર્યા. આ સમયે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા અને જય શ્રી રામનો નારો લગાવ્યો. તો કચ્છના ભુજમાં હમીરસર કાંઠે આવેલા ઐતિહાસિક રામ મંદિરમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ઐતિહાસિક રામ મંદિરમાં દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો.

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પરસોતમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા રાજનીતી ગરમાઈ

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પરસોતમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા રાજનીતી ગરમાઈ છે.


રાજકોટ આવતાની સાથે જ પરેશ ધાનાણીએ કહ્યું મારી સામેના ઉમેદવાર સંભવિત છે. 


ગઈકાલે પરસોતમ રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું છતાં પરેશ ધાનાણીએ સંભવિત ગણાવતા ભાજપના નેતાઓ આક્રમક બન્યા છે. 


ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ એ કહ્યું કે ગઈકાલે શક્તિ પ્રદર્શન સાથે પરસોતમભાઈ રૂપાલાએ ફોર્મ ભર્યું છે. 


કોંગ્રેસમાં બધું સંભવિત હોય, સોનિયા ગાંધીથી લઈ અને મનમોહનસિંહ સંભવિત હતા.


પરેશ ધાનાણી દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે.

ભાજપ કાર્યાલય સામે પૂતળા દહન કરી રહેલ ક્ષત્રિય સમાજના 20 યુવાનો પર પોલીસમાં ફરિયાદ

ભાવનગર શહેરના ભાજપ કાર્યાલય સામે પૂતળા દહન સહિત સૂત્રોચાર કરી રહેલ ક્ષત્રિય સમાજના 20 યુવાનો પર નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ.


ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પરસોતમ રૂપાલા ના વિરોધમાં પૂતળા દહન કર્યું હતું.


આ વિરોધ પ્રદર્શનમાં એ. ડિવિઝન પોલીસના કર્મચારી દ્વારા જ ક્ષત્રિય સમાજના યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.


પોલીસે તેમાં 20 અજાણ્યા ઇસમો દર્શાવીને કાર્યવાહી હાથ ધરી છે. આઈપીસી ની કલમ 188 મુજબ ગુનો દાખલ કર્યો છે.

ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી પોહચયાં નડાબેટ

ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી પોહચયાં નડાબેટ.


નડાબેટ ખાતે માતા નડેશ્વરી ના દર્શન લીધા આશીર્વાદ.


પદ્મભૂષણ પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના પણ લીધા આશીર્વાદ.


ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓ સાથે રેખાબેન ચૌધરી પોહચ્યા નડાબેટ.

પરેશ ધાનાણીએ પરશોત્તમ રૂપાલા પર અનેક સવાલ ઉઠાવ્યા

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા રાજકોટ પહોંચેલા કૉંગ્રેસના પરેશ ધાનાણીએ પહેલી પત્રકાર પરિષદમાં જ ભાજપ અને પરશોત્તમ રૂપાલા પર અનેક સવાલ ઉઠાવ્યા છે. પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ટકી રહેશે કે નહીં તેના પર પણ ધાનાણીએ આશંકા વ્યક્ત કરી છે. ભાજપમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યાનો દાવો કરવાની સાથે જ ધાનાણીએ ભાજપમાં પક્ષના પાયાના કાર્યકર્તાઓને અપમાનિત કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોના આક્રોશને પરોક્ષ રીતે મુદ્દો બનાવી ધાનાણીએ રૂપાલા અને ભાજપ બેન-દીકરીઓનું સન્માન ન કરતી હોવાનું પણ આરોપ લગાવ્યો છે. સાથે જ રૂપાલાના નિવેદનને વર્ગવિગ્રહ કરવાનું આયોજન હોવાનો પણ ધાનાણીએ પરોક્ષ રીતે આરોપ લગાવ્યો છે.

સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ abp asmita સાથે વાત કરી

સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ abp asmita સાથે વાત કરી.


લલિત કગથરાએ કહ્યું ભાજપને અહમ આવી ગયો છે અમારા પરેશ ધાનાણી જીતશે.


નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર કરવા આવે તો પણ મારા પરેશ ધાનાણી જ જીતશે.


ભાજપ અને ભાજપના નેતાઓને અહમ આવી ગયો છે એટલે સાત લાખની જીતની વાત કરી રહ્યાં છે.

ચૂંટણી બોન્ડ દેશની સૌથી મોટી 'હફતાબાજી' યોજના છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ANIના ઈન્ટરવ્યુમાં ચૂંટણી બોન્ડ પર PM મોદીના જવાબ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “આ (ઇલેક્ટોરલ બોન્ડ) નરેન્દ્ર મોદીની મુખ્ય યોજના છે. આખો વિચાર તેમનો હતો. તેમણે કહ્યું કે રાજકારણમાં પારદર્શિતા લાવવા માટે આવું કરવામાં આવ્યું છે. તો પછી નામો કેમ છુપાવવામાં આવ્યા? સુપ્રીમ કોર્ટે પૂછ્યા પછી ડેટા જાહેર કરવાનું કોણ રોકી રહ્યું હતું? વડાપ્રધાન દ્વારા લાવવામાં આવેલી આ દેશની સૌથી મોટી 'હફતેબાઝી' યોજના છે."

ચૈતર વસાવાને છ મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી

ચૈતર વસાવાને છ મહિના બાદ નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે મંજૂરી આપી છે. ત્યારે ચૈતર વસાવા આજે સવારે દેવમોગરા ખાતે કુળદેવીના દર્શને પહોંચ્યા. તો 19 એપ્રિલથી ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. હાલ તો ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં ચૈતર વસાવાના પત્ની પ્રચાર કરતા હતા પણ હાઈકોર્ટે રાહત આપતા હવે ચૈતર વસાવા જાતે જ પ્રચાર કરશે.

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (16 એપ્રિલ) બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. પીએમ બિહારના ગયા જિલ્લામાં પહોંચી ગયા છે અને ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. અહીં પીએમ એનડીએના ઉમેદવાર અને બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી માટે વોટ માંગશે. ગયામાં આ ચૂંટણી રેલી સાથે પીએમ મોદી ચાર લોકસભા બેઠકો મગધ, ગયા, નવાદા, જમુઈ અને ઔરંગાબાદના મતદારોને અપીલ કરશે.


આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના બાલુરઘાટ પહોંચશે. અહીં પણ તેઓ જનસભાને સંબોધશે. ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટથી ઉમેદવાર છે. પીએમ મોદી મજુમદાર માટે જનતા પાસેથી વોટ માંગશે. આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના રાયગંજ જશે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. રાયગંજથી ભાજપના કાર્તિક ચંદ્ર પાલ ઉમેદવાર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.