વડાપ્રધાન મોદી આવતીકાલે લોકડાઉન વધારવાની જાહેરાત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવી શકે છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી. લોકડાઉન વધારવા દરમિયાન કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી શકે છે.
- હાલ દેશમાં પાકની કાપણીની સીઝન ચાલી રહી છે. તેથી ખેડૂતોને કેટલીક છૂટની જાહેરાત કરવામાં આવી શકે છે.
- જે મજૂરો કે ગરીબ લોકો લોકડાઉન દરમિયાન ક્યાંય ફસાયેલા હોય તેમને છૂટ આપવામાં આવી શકે છે.
- સ્કૂલ-કોલેજો હાલ નહીં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
- આરોગ્ય સેતુ એપનો ઈ-પાસની જેમ ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી શકે છે.
- ઘરેલુ સામાન બનાવતી ફેકટરીઓ તથા સડક નિર્માણ સંબંધી કામમાં કેટલીક શરતો સાથે મંજૂરી આપવામાં આવી શકે છે.
6. જે શહેરોમાં સંક્રમણના મામલા નથી ત્યાં લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે.