નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 796 નવા કેસ નોંધાયા છે અને આ ખતરનાક વાયરસના કારણે 35 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે લોકડાઉનના ઉપાય લાગૂ કરવા રાજ્ય સતત કામ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 857 લોકો સ્વસ્થ થયા છે. 141 લોકો એક દિવસમાં સાજા થયા છે.




રમન આર ગંગાખેડકરે જણાવ્યું કે ચીન તરફથી COVID19 કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલના રોજ ભારત આવશે.



અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગ અવનીશ કે અવસ્થીએ જણાવ્યું કે, 15 જિલ્લામાં 146 હોટસ્પોટની ઓળખ કરવામાં આવી છે. ત્યાં 1,71,232 ઘરો છે જેમાં 9,78,055 લોકો છે. આ તમામ વિસ્તારોમાં બેરીકેડીંગ કરવામાં આવી છે, અહીં સ સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. 401 કેસો અહીં મળ્યા છે.

અન્ય 25 જિલ્લાઓમાં 62 હોટસ્પોટ્સની ઓળખ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 9,50,828 લોકોની હાજરી સાથે અહીં 1,62,664 મકાનોની ઓળખ કરવામાં આવી છે. અહીં પોઝિટિવ કેસ મળી આવ્યા છે.



ગઈકાલ સુધી, અમે 2,06,212 COVID19 ટેસ્ટ કર્યા. ઉપરાંત, ચિંતા કરવાની જરૂર નથી, આજે આપણે જે ગતિએ ટેસ્ટ કરીએ છીએ, આપણી પાસે એક સ્ટોક છે જેની સાથે આપણે આગામી છ અઠવાડિયા માટે સરળતાથી ટેસ્ટ કરી શકીએ છીએ.