નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીને લઈને દેશમાં ફરી એક વખત લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવાયું છે.  દેશમાં 18 મેથી 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન પર આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી તમામ રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી વાત કરશે.



કોરોના વાયરસની મહામારીને લઈ દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. 25મી માર્ચ 14મી એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ હતું. ત્યારબાદ 15મી એપ્રિલ 3 મે સુધી લોકડાઉન 2ની જાહેરાત કરવામાં આવી હતી. 3 મે થી 17 મે સુધી લોકડાઉન 3ની જાહેરાત કરવામાં આવી હતી.

25 માર્ચથી શરૂ થયેલા લોકડાઉનના ત્રણ તબક્કા આજે પૂર્ણ થયા છે ત્યારે સરકારે લોકડાઉન 4ની જાહેરાત કરી છે. મોદી સરાકારે લોકડાઉન 4.0 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

દેશમાં છૂટછાટ સાથે ગૃહ મંત્રાલય એડવાઈઝરી બહાર પાડશે. મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકારના લોકડાઉનના લંબાવવાની જાહેરાત પૂર્વે જ મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુએ લોકડાઉન 31મી મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.