નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર બાદ તમિલનાડુએ પણ લોકડાઉન 31 મે સુધી વધારવાનો ફેંસલો લીધો છે. બંને રાજ્યોમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. લોકડાઉન 3 આજથી ખતમ થઈ રહ્યું છે અને નવા નિયમો સાથે લોકડાઉન 4 આવતીકાલથી લાગુ થશે.


તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,585 છે. 3538 લોકો સાજા થઈ ગયા અને 74ના મોત થયા છે. તમિલનાડુ સરકારે કોયંબટૂર, સેલમ, વેલ્લોર, નીલગિરી, કન્યાકુમારી, ઈરોડ, કૃષ્ણાનગરી સહિત 25 જિલ્લામાં વિશેષ રાહત આપી છે.

જે મુજબ અક જિલ્લાની અંદર બસથી આવવા-જવા માટે પાસની જરૂર નહીં પડે, જ્યારે અન્ય જિલ્લાના પ્રવાસ માટે ઈ પાસની જરૂર પડશે. સરકારે લોકોને માત્ર કામ માટે જ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

તમિલનાડુ પહેલા મહારાષ્ટ્ર, પંજાબ અને તેંલગાણા સરકાર લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચુકી છે.