નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. આ વખતે ચોથા તબક્કાના લોકડાઉનમાં સરકાર તરફતી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. કોઈ જરૂરી કામ માટે લોકો એક શહેરથી બીજા શહેર જઈ શકે છે. પરંતુ આંતરરાજ્ય પ્રવાસ કરવા માટે પહેલા ઈ-પાસની જરૂરત પડશે. ઈ-પાસ લેવા માટે તમે સંબંધિત રાજ્ય સરકારની વેબસાઈટ અથવા કેન્દ્ર સરકારની સિંગલ એક્સેસ વેબસાઈટ પર અરજી કરી શકો છો.

સિંગલ એક્સેસ વેબસાઈટ પર આ રીતે કરો અરજી

  • ઈ-પાસની પ્રક્રિયા સરળ બનાવવા માટે ભારત સરકારે સિંગલ એક્સેસ વેબસાઈટ (http://serviceonline.gov.in/epass/) લોન્ચ કરી છે. ઈ-પાસ માટે તમે આ વેબસાઇટ પર અરજી કરી શકો છો. તેને નેશનલ ઇન્ફોરમેટિક્સ સેન્ટર (એનઆઈસી)એ  બનાવી છે.

  • વેબસાઇટના હોમ પેજ પર એ રાજ્યની પસંદગી કરો, જે શહેર માટે તમારે ઈ-પાસ બનાવવા માગો છો. ત્યા બાદ તમારે એ રાજ્ય સરકારની વેબસાઇટ પર લઈ જશે.

  • અહીં 'Apply for e-pass' પર ક્લિક કરો. તમારી યાત્રા સંબંધિત જાણકારીની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.

  • તમામ જાણકારી ભર્યા બાદ સંબંધિત વિભાગ અરજીની સમીક્ષા કરશે. વિભાગ એ નક્કી કરશે કે તમને ઈ-પાસ ઈશ્યૂ કરવો કે નહીં.

  • ઈ-પાસ એપ્રૂવ થયા બાદ તમને ઈ-પાસ ડાઉનલોડ કરવા માટે મોબાઈલ એપ પર એક એસએમએસ મળશે. આ ઈ-પાસનું પ્રિન્ટ આઉટ લઈને તમે નક્કી સમય પર પ્રવાસ કરી શકો છો.


સિંગલ એક્સેસ વેબસાઇટ દ્વારા હાલમાં 17 રાજ્યોના ઈ-પાસ બનાવી શકાય છે. તેમાં દિલ્હી સામેલ નથી. આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં 17 રાજ્યોના 34,18,050 લોકો ઈ પાસ માટે અરજી કરી ચૂક્યા છે. તેમાંથી માત્ર 12,10,496 અરજી પાસ થઈ છે. જ્યારે 11,96,181 અરજી ફગાવી દેવામાં આવી છે.