કોલકત્તાઃ સુપર સાયક્લૉન 'એમ્ફાન'ની આજે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર એન્ટ્રી થઇ જશે. 21 વર્ષમાં બંગાળની ખાડીમાં આવેલુ આ સૌથી ભયાનક વાવાઝોડુ છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, 'એમ્ફાન' વાવાઝોડુ મોટી તબાહી મચાવી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, આ સુપર સાયક્લૉન 'એમ્ફાન' આજે બપોરે કે સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર અસર પહોંચાડી શકે છે, 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપથી 185 કિમી પ્રતિ કલાક સુધી ફૂંકાવવા વાળા ભારે પવનોનો ફૂંકાશે. સાથે રાજ્યના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડશે અને 4-5 મીટરની ઝડપે પવનો ફૂંકાશે.
પૂર્વી મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગના, હાવડા, હુગલી અને કોલકત્તાના જિલ્લાઓ પર મોટી અસર પડી શકે છે. ચક્રવાતની ક્ષતિ સંભવિત ચક્રવાત બુલબુલની સરખામણીથી વધારે હોવાની શક્યતા છે, બુલબુલ 9 નવેમ્બર 2019એ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયુ હતુ.
આ પહેલા સોમવારે પણ ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રએ એમ્ફાનથી મોટુ નુકશાન થવાની આગાહી કરી હતી. તેમને કહ્યું હતુ ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાન પ્રચંડ તાકાત સાથે ત્રાટકશે, અને દેશમાં મોટા પાયે નુકશાન પહોંચાડી શકે છે. ચક્રવાત મોટા વાવાઝોડામાં ફેરવાઇ ગયુ છે, અને 20 મેએ પશ્ચિમ બંગાળની દ્રીઘા દ્વીપ અને બાંગ્લાદેશના હતિયા દ્વીપસમૂહની વચ્ચે ટકરાઇ શકે છે.
મહાપાત્રએ કહ્યું કે, તે સમય દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, જે 165થી 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઇ શકે છે, અને તે 195 કિલોમીટર કલાકની ઝડપ સુધી પહેંચશે. આ પ્રચંડ વાવાઝોડુ 20 મેની બપોર કે તે પછી સાંજ સુધીમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર -ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને અને દ્રીઘા (પશ્ચિમ બંગાળ) તથા હતિયા (બાંગ્લાદેશ) દ્વીપસમૂહોની વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ તટીય વિસ્તારોને પાર કરવાની મોટી સંભાવના છે.
'એમ્ફાન'ની આજે બંગાળ-ઓડિશાના દરિયાકાંઠે થશે એન્ટ્રી, 185 કિમીની ઝડપે ત્રાટકવાની સંભાવના
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 May 2020 09:32 AM (IST)
પૂર્વી મેદિનીપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગના, હાવડા, હુગલી અને કોલકત્તાના જિલ્લાઓ પર મોટી અસર પડી શકે છે. ચક્રવાતની ક્ષતિ સંભવિત ચક્રવાત બુલબુલની સરખામણીથી વધારે હોવાની શક્યતા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -