નવી દિલ્હીઃ દેશભરમાં લૉકડાઉનનો ત્રીજો તબક્કો પુરો થયા બાદ ચોથો તબકકો શરૂ થઇ ગયો છે, લૉકડાઉન-4માં સરકારે દ્વારા કેટલીક વધારે છૂટછાટ આપવામાં આવી છે, જોકે, કેટલીક જગ્યાઓ પર હજુ પણ છૂટછાટ આપવામાં નથી આવી, ભારતીય રેલવેમાં પણ હજુ અમૂક જગ્યાએ જ છૂટછાટ આપવામાં આવી છે.
લૉકડાઉન-4 શરૂ થયુ છે, ત્યારે ભારતીય રેવલેએ રવિવારે કહ્યું કે, લૉકડાઉન-4 દરમિયાન શ્રમિક સ્પેશ્યલ, બીજી સ્પેશ્યલ ટ્રેન, પાર્સલ સર્વિસ અને માલગાડીઓને જ દોડાવવામાં આવશે. સરકારે ચોથા લૉકડાઉનને 31 મે સુધી લંબાવી દીધુ છે. ખાસ વાત છે કે, રેવેલ વિભાગે બધી મુસાફરી ટ્રેનોની યાત્રાઓ પર 30 જૂન સુધી રોક લગાવી દીધી છે.
રેલવેએ કહ્યું કે, રેલ પરિચાલનના સંબંધમાં લૉકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન લાગુ કરવામાં આવેલી ગાઇડલાઇન યથાવત રહેશે.
ભારતીય રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, દેશમાં 25 માર્ચથી ચાલુ થયેલા લૉકડાઉનના તમામ તબક્કાઓ દરમિયાન પાર્સલ સેવા અને માલગાડીઓનુ સંચાલન થતુ રહ્યુ છે, વળી શ્રમિકો માટે સ્પેશ્યલ ટ્રેન પણ દોડાવવામાં આવી છે. સામાન્ય યાત્રીઓ માટે રાજધાની એક્સપ્રેસના માર્ગ પર નિશ્ચિત દિશાનિર્દેશો અંતર્ગત 15 જોડી રેલગાડીઓનું સંચાલન કરાવી રહ્યાં છીએ.
લૉકડાઉન-4માં રેલવેએ કઇ-કઇ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યુ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2020 10:31 AM (IST)
લૉકડાઉન-4 શરૂ થયુ છે, ત્યારે ભારતીય રેવલેએ રવિવારે કહ્યું કે, લૉકડાઉન-4 દરમિયાન શ્રમિક સ્પેશ્યલ, બીજી સ્પેશ્યલ ટ્રેન, પાર્સલ સર્વિસ અને માલગાડીઓને જ દોડાવવામાં આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -