લખનઉઃ કોરોના વધતા કેસો અને સંક્રમણના ફેલાવાને લઇને ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક મોટુ નિવેદન આપ્યુ છે. સીએમ યોગીએ કહ્યું કે, જો રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહેશે ત્યાં સુધી અમે લૉકડાઉન ખોલવા તૈયાર નહીં થઇએ.
યોગી સરકારે કોરોના મામલે કહ્યું કે, જો રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ રહેશે, તો અમે લૉકડાઉન ખોલવાની સ્થિતિમાં નહીં રહીએ. કેમકે સંક્રમણ વધવાનો ખતરો હંમેશા રહેશે, અને યુપી સરકાર આ ખતરો ઉઠાવવા નથી માંગતી
વળી, બીજીબાજુ યુપી સરકારના મુખ્ય ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં લૉકડાઉન ખુલવાની સંભાવના નથી દેખાઇ રહી.
લખનઉમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમને કહ્યું કે, હાલ જ્યાં પણ કેસો સામે આવી રહ્યાં છે, તે વિસ્તારોને પુરેપુરા લૉકડાઉન કરવામાં આવી રહ્યાં છે. હાલ લખનઉ અને વારાણસીમાં પુરેપુરુ લૉકડાઉન કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં હાલ કોરોના પૉઝિટીવ સંક્રમિતોની સંખ્યા વધીને 305 પહોંચી ગઇ છે, જેમાં 159 કેસો તબલીગી જમાતના લોકોના છે.
કોરોના પ્રકોપઃ આ રાજ્યની સરકારે કહ્યું એકપણ કોરોનાનો કેસ રહેશે તો લૉકડાઉન ખોલીશુ નહીં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Apr 2020 01:18 PM (IST)
યોગી સરકારે કોરોના મામલે કહ્યું કે, જો રાજ્યમાં કોરોનાનો એકપણ કેસ રહેશે, તો અમે લૉકડાઉન ખોલવાની સ્થિતિમાં નહીં રહીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -