ભોપાલઃ કોરોના મહામારીને દેશમાં ફેલાતી અટકાવવા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કપરા કાળને જીવનભર યાદ રાખવા કેટલાક લોકો કોશિશ કરી રહ્યા છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં બની છે.


મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક દંપત્તે તેમના નવજાત શિશુનું નામ લોકડાઉન રાખ્યું છે. મળતી માહિતી પ્રમાણે શ્યોપુર જિલ્લાના બછેરી ગામમાં રહેતા રઘુનાથ માલીની 24 વર્ષીય પત્ની મંજૂને પ્રસૂતિ પીડા ઉપડતાં સોમવારે સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

આ દંપત્તિને પ્રથમ સંતાનમાં ત્રણ વર્ષની બાળકી છે. આ કારણે બીજ સંતાન પુત્રના રૂપમાં હોવાથી વર્તમાનના લોકડાઉનને યાદગાર બનાવવા દંપત્તિએ નવજાત પુત્રનું નામ લોકડાઉન રાખ્યું છે. પરિણામે સ્થિતિ એવી ઉભી થઈ છે કે જે પણ લોકો બાળકને જોવા આવતા  તે લોકડાઉનથી જ બોલાવે છે. જેને લઈ આ હોસ્પિટલ મધ્યપ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

હાલ દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 4400ને વટાવી ગઈ છે અને તેમાંથી 114 લોકોના મોત થયા છે. જ્યારે 326 લોકો સાજા થઈ ગયા છે.