મળતી માહિતી પ્રમાણે લોકડાઉન દરમિયાન મંગળવારે સુરનકોટ પોલીસ ચેકિંગ કરતી હતી. તે દરમિયાન ખાનગી એમ્બ્યુલન્સ (PB-02-CQ-6663) આવતી નજરે પડી હતી. પોલીસે ચેકિંગ માટે તેને અટકાવી અને પૂછપરછ કરવા લાગી. શંકા જવા પર જ્યારે પોલીસે એમ્બ્યુલન્સની તપાસ કરી ત્યારે તેમાં મૃત વ્યક્તિ જીવિ મળી આવ્યો હતો.
જે બાદ પોલીસે એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરીને તેમને Quarantine માં મોકલી દીધા હતા. પોલીસને એક નકલી ડેથ સર્ટિફિકેટ પણ મળ્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે વિવિધ કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યા છે.