આ દરમિયાન દિલ્હી સરકારે કન્સ્ટ્રકશન મજૂરોને 5000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. દિલ્હીના લેબર મિનિસ્ટર ગોપાલ રાયે કહ્યું, "ગત મહિને દિલ્હી સરકારે નોંધાયેલા કન્સ્ટ્રક્સન વર્કર્સના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવ્યા હતા. લોકડાઉન લંબાવવામાં આવ્યું હોવાથી સરકારે આ મહિને પણ તેમના ખાતામાં 5000 રૂપિયા જમા કરીને મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે."
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હાલ પણ પ્રવાસી મજૂરો મજબૂરીમાં દિલ્હી છોડીને જવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકો પગપાળા જઈ રહ્યા છે. ભૂખ્યા પેટે ઘણા કિલોમીટર સુધી ચાલે છે જે યોગ્ય નથી. તેમણે કહ્યું, મારૂ દિલ્હીમા પ્રવાસી મજૂરોને નિવેદન છે કે અમે તમારા માટે જમવાની સગવડતા કરી છે, છતા પણ તમે વતન જવા માંગો છો તો તેના માટે અમે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે ટ્રેનને લઈને વાત કરી રહ્યા છીએ.
દેશમાં કોરોના સંક્રમિતોની બાબતમાં દિલ્હી દેશમાં ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7233 પર પહોંચી છે.