નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાની વચ્ચે બજાર સુસ્ત પડી ગયુ છે, લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે હાલ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં CNG અને PNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા ઘટેલા ભાવો આજથી લાગુ થઇ જશે.

દિલ્હીમાં CNGની કિંમતોમાં 3 રૂપિયા 20 પૈસા પ્રતિ કિલોની ઘટાડો કરવામાં આવ્યો છે, હવે આજથી CNG 42 રૂપિયા પ્રતિ કિલો મળશે.

નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં સીએનજીમાં 3 રૂપિયા 60 પૈસા પ્રતિ કિલોની કમી બાદ હવે નવી કિંમત 47 રૂપિયા 75 પૈસા પ્રતિ કિલો થઇ ગઇ છે.



PNGના ભાવમાં પણ ઘટાડો
દિલ્હીમાં પીએનજીના ભાવમાં 1 રૂપિયો 55 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી હવે 28 રૂપિયા 55 પૈસા ચૂકવવા પડશે. ઉપરાંત નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં પીએનજીના ભાવોમાં 1 રૂપિયો 65 પૈસાનો ઘટાડો આવ્યો છે.