હરિયાણા સરકારે શનિવારે કોવિડ 19 મહામારીના સંક્રમણને અટકાવવા માટે લાગુ લોકડાઉનને એક સપ્તાહ સુધી એટલે કે 14 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. પહેલાથી લાગુ લોકડાઉનમાં આ વખતે ઘણી છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે લોકડાઉનને 'મહામારી એલર્ટ-સુરક્ષિત હરિયાણા' નામ આપ્યું છે. 


મુખ્ય સચિવ વિજય વર્ધન તરફથી જાહેર એક આદેશમાં કહેવામાં આવ્યું કે રાજ્યમાં કોવિડ 19ના નવા કેસમાં ઘટાડો થયો છે અને સંક્રમણ દરમાં પણ ઘટાડો થયો છે પરંતુ ઘણો વિચાર વિમર્શ કર્યા બાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે મહામારીના પ્રસારને રોકવા માટે બચાવ અને કડક પગલા ભરાવાનું ચાલુ રહેશે.



રાજ્ય સરકારે આદેશમાં કહ્યું છે કે, '14 જૂન સુધી મહામારી એલર્ટ સુરક્ષિત હરિયાણાની અવધિ વધારવામાં આવી છે. આ દરમિયાન દુકાનોને બે સમૂહમાં સવારે 9 વાગ્યાથી સાંજના 6 સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. દુકાનો માટે ઓડ-ઇવન સિસ્ટમ જારી રહેશે. તો શોપિંગ મોલ સવારે 10 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ખુલશે. મંદિરો અને પ્રાર્થના ઘરોમાં એક વખતમાં 21 લોકોને જવા દેવામાં આવશે.'


હરિયાણા સરકારે રાજ્યમાં કોવિડ પ્રતિબંધોને 14 જૂન સુધી લંબાવી દીધા છે. તો અમુક શરતોની સાથે મોલ્સ, રેસ્ટોરાં, બાર અને ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.


સરકારે મહામારી એલર્ટ સુરક્ષિત હરિયાણાને સાત જૂન સવારે પાંચ વાગ્યાથી લંબાવીને 14 જૂન સવારે પાંચ વાગ્યા સુધી કરવાનો નિર્ણય કર્યો છે. દુકાન અને શોપિંગ મોલને ખોલવા સંબંધી છૂટછાટ આપવામાં આવી છે. ધાર્મિક સ્થળો હાલ એક જ સમયે 21 લોકોની સાથે ખુલી શકશે. 


આ સિવાય કોર્પોરેટ કાર્યાલયોને પણ સામાજિક અંતર સાથે અને નિયમોના પાલન સાથે 50 ટકા કર્મચારીઓ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. લગ્ન અને અંતિમ સંસ્કારમાં હવે 21 લોકો સામેલ થઈ શકે છે. '14 જૂન સુધી મહામારી એલર્ટ સુરક્ષિત હરિયાણાની અવધિ વધારવામાં આવી છે. આ દરમિયાન દુકાનોને બે સમૂહમાં સવારે 9 વાગ્યાથી સાંજના 6 સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. દુકાનો માટે ઓડ-ઇવન સિસ્ટમ જારી રહેશે.