ભોપાલ: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લાગુ લોકડાઉન-4ને સમાપ્ત થવાને હવે એક દિવસ બાકી છે. ત્યારે મધ્યપ્રદેશમાં લોકડાઉન 15 જૂન સુધી લંબાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં હવે લોકડાઉન-5 લાગુ થશે.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે હાલમાં તમામ વસ્તુ ખોલી શકીએ નહીં કારણે કે કોરોના વાયરસ સામે લડવાનું છે. લોકડાઉન 15 જૂન સુધી અમે લંબાવાના છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 7645 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી 334 લોકોના મોત થયા છે અને 4269 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.