નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ મુલાકાતમાં લોકડાઉન સહિત અનેક મુદ્દા પર ચર્ચા થઈ. આ બેઠક દરમિયાન પીએમઓ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ પણ હાજર હતા.


પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી વચ્ચે આજે ફરીથી આશરે એક કલાક સુધી મીટિંગ ચાલી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, પીએમ મોદી સાથે થયેલી બેઠકમાં મોદી સરકાર-2ના એક વર્ષ પૂરા થવા પર પણ ચર્ચા થઈ. શુક્રવારે પણ બંને નેતા વચ્ચે આશરે બે કલાક સુધી બેઠક થઈ હતી. આવતીકાલે લોકડાઉન 4.0નો અંતિમ દિવસ હોવાથી આજની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂરો થાય છે. લોકડાઉન 4.0 18 મેથી 31 મે સુધી લાગુ કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,763 પર પહોંચી છે. 4971 લોકોના મોત થયા છે અને 82,370 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે.