નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનો ખતરો વર્તાઇ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરાકરે સાવધ થઇ ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે હજુ પણ દેશના કેટલાક રાજ્યો એવા છે જ્યાંથી કોરોના ગયો નથી કે ઓછો પણ થયો નથી, જેના કારણે કેટલાક પ્રતિબંધો અને લૉકડાઉનની સ્થિતિ યથાવત છે. જાણો અહીં દેશના કયા કયા રાજ્યોમાં લૉકડાઉન, કર્ફ્યૂ કે પાબંદીઓ લાદેલી છે....


નાગાલેન્ડમાં લૉકડાઉન-
નાગાલેન્ડમાં કોરોનાના કારણે લૉકડાઉનની સ્થિતિ છે, જોકે કોરોનાના કેસો હજુ ઓછા થતાં ત્યાં સરકારે અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નાગાલેન્ડમાં આજથી 18 દિવસો માટે અનલૉકનો ચોથો તબક્કો પ્રભાવી થશે. રાજ્યમાં અનલૉકનો પહેલો તબક્કો 1 થી 7 જુલાઇ સુધી, બીજો તબક્કો 8-17 જુલાઇ રહ્યો, જ્યારે 18 જુલાઇથી અમલી થયો હતો. હવે મુખ્યમંત્રી નેકિયૂ રિયોની અધ્યક્ષતામાં આજથી 1-18 ઓગસ્ટ સુધી ચોથો તબક્કો અમલી કરવામા આવી રહ્યો છે. 


મહારાષ્ટ્રમાં લૉકડાઉન-
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો હવે ઘટી રહ્યાં છે, આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર પ્રતિબંધો હળવા કરી રહી છે. જોકે રવિવારે રાજ્યમાં હજુપણ પૂર્ણ લૉકડાઉન યથાવત રહેશે. આ ઉપરાંત રસીકરણ વાળા લોકોને મુંબઇની લૉકલ ટ્રેનોમાં યાત્રા કરવાની અનુમતિ આપવામાં આવી છે. 


કેરાલમાં કોરોનાનો કેર યથાવત-
કેરાલમાં સતત ચોથા દિવસે એટલે કે શુક્રવાર 30 જુલાઇએ 20 હજારથી વધુ કોરોના કેસો આવતા સરકાર એક્શનમાં આવી ગઇ છે. આને લઇને આખા રાજ્યોમાં વીકેન્ડની લૉકડાઉન લગાવી દીધુ છે, જે સોમવાર 2 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. 


પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધો-
પશ્ચિમ બંગાળમાં સરકારે પહેલાથી લાગુ થયેલા પ્રતિબંધો 15 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે. જોકે, સરકારે કેટલાક મામલાઓમાં છૂટ આપી છે. રાજ્યમાં બસો, ઓટો, ટેક્સીઓ 50 ટકા ક્ષમતા સાથે દોડી શકશે.  


મધ્યપ્રદેશમાં પ્રતિબંધો યથાવત-
રાજ્ય સરકારે કેટલીક સેવાઓ પર પ્રતિબંધો યથાવત રાખ્યા છે. આંતરરાજ્યો બસ સેવાએ પર 28 જુલાઇ સુધી પ્રતિબંધો લાગુ હતા, પરંતુ હવે તેને એક અઠવાડિયા સુધી લંબાવી દીધા છે. ખાસ વાત છે કે બુધવાર સુધી મહારાષ્ટ્રમાંથી કોઇપણ બસને સંચાલિત કરવાની અનુમતિ નથી આપવામાં આવી.  


તામિલનાડુમાં વધ્યો કોરોના-
તામિલનાડુમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. કેટલાક શહેરોમાં રાફડો ફાટતા સરકારે કડક એક્શન લીધી છે. સરકારે કેટલાક માર્કેટોમાં ભીડને એકઠી થતી રોકવા માટે પ્રતિબંધો લગાવી દીધા છે, લોકોને નિયમોનુ કડક પાલન કરવાની અપીલ કરી છે.