મુંબઈ: દેશમાં કોરના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરીથી લોકડાઉન સાથે કડક નિયમો પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં 20 તારીખ એટલે કે શનિવારે રાત્રે 8 થી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન અમલી બનશે. યવતમાલમાં પણ અમુક નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા છે અને 28 ફેબ્રુઆરી સુધી સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે.



અહેવાલ મુજબ યવતમાલમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘણી વધી ચુકી છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનાથી લઇને 29 જાન્યુઆરી સુધી 25 દર્દીઓના મોત થઇ ગયા છે અને ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ઘણો વધી ગયો છે.

યવતમાલ, પંઢરકવડા અને પુસદમાં કોરોના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. આ ત્રણેય જગ્યા પર દરરોજ 500ની આસપાસ દર્દીઓ મળી રહ્યા છે. આ હિસાબે આ ત્રણેય જગ્યાના રોજના 1500 દર્દીઓની તપાસ કરવી જરૂરી છે. જિલ્લા હૉસ્પિટલમાં વધતા મોતના આંકડાને જોતા ડીન પાસે ડેથ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી હૉસ્પિટલોમાં પણ કોરોનાથી થનારા મોતોનો ઑડિટ રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે હાઈ રિસ્ક અને લો રિસ્ક વિસ્તાર મુજબ શહેરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.