યૌન શોષણના આરોપમાં જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત સ્થિર છે. મંગળવારે મોડી રાત્રે તબિયત લથડતા તેને જેલ પ્રશાસને મહાત્મા ગાંધી હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા. બાદમાં જોધપુરની મથુરદાસ માથુર હોસ્પિટલના સીસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ડૉક્ટરોની દેખરેખમાં સારવાર કરવામાં આવી હતી. હાલના રિપોર્ટ અનુસાર આસારામને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલના સોનોગ્રાફી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવ્યા બાદ પાછા સીસીયૂમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. થોડા સમયમાં તેનો રિપોર્ટ આવ્યા બાદ એંજિયોગ્રાફીનો નિર્ણય લેવામાં આવશે. હાલ સવારે આવેલા રિપોર્ટ નોર્મલ છે.
અન્ય સમાચાર સામે આવ્યા છે કે પોલીસને ચકમો આપી આસારામના આ કેસમાં આરોપી રહેલી શિલ્પી સીસીયૂ સેન્ટરની બહાર પહોંચી ગઈ હતી. તેની પોલીસ અધિકારીઓ અને સિપાઈઓને ખબર પણ નહોતી. પરંતુ જ્યારે મીડિયાને નજરમાં આવી તો શિલ્પી કોઈ જવાબ ન આપ્યો.
બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે આસારામ અમારા દાદાની ઉંમરના છે. તેઓ આ પ્રકારનું કોઈ કામ ન કરી શકે પરંતુ તેમના પર કોઈને દયા નથી આવી રહી. તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું.
આસારામને મળવા માટે કઈ યુવતી ગૂપચૂપ પહોંચી જોધપુરની હોસ્પિટલમાં ? પકડાઈ જતાં શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2021 05:45 PM (IST)
યૌન શોષણના આરોપમાં જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત સ્થિર છે. મંગળવારે મોડી રાત્રે તબિયત લથડતા તેને જેલ પ્રશાસને મહાત્મા ગાંધી હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -