ક્લકેટર ઉજ્જવલ રાઠેડે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું, હવે કોરોનાની સ્થિતિ નિયંત્રિત કરવી મુશ્કેલ થઈ રહી છે. લોકો બેદરકારી દાખવી રહ્યા છે. અધિકારીઓ સાથે ચર્ચા કરીને કોટો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 8 દિવસ લોકડાઉન લાદવાનો ફેંસલો કર્યો છે.
તેમણે કહ્યું, જિલ્લામાં કોરોનાના સૌથી વધારે દર્દી કોટા શહેરમાંથી આવી રહ્યા છે. સંક્રમિત લોકોના 94 ટકા મામલા કોટા શેહરમાંથી મળી રહ્યા છે. આ સ્થિતિમાં લોકડાઉન લાદવા જિલ્લા તંત્ર મજબૂર બન્યું છે. કડક નિયમો સાથે લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે.
જે લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તેમની સામે જિલ્લા તંત્ર, પોલીસ કડક કાર્યવાહી કરશે. જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ બજાર, દુકાનો સહિતની વસ્તુઓ લોકડાઉનમાં 8 દિવસ માટે બંધ રહેશે.