દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. જેને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો લોકો નિર્દેશોનું પાલન નહીં કરે તો લોકડાઉન વધારવું પડશે.
આજે મહાષ્ટ્રના મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કહેવામાં આવ્યું કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન આગળ વધારવામાં નહીં આવે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી કે કારણ વગરની ભીડ ન કરવી અને સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશનું પાલન કરવું.
નોંધનીય છે કે, આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈની બસોમાં ચડતા લોકોની વચ્ચે ધક્ખા મુક્કીનો વીડિયો સામે આવવા પર નાખુશી વ્યક્ત કરી હતી અને બુધવારે કહ્યું હતું કે, “જો લોકો નિર્દેશોનું પાલન નહીં કરે તો રાજ્યમાં લોકડાઉન આગળ ચાલુ રાખવું પડી શકે છે.” સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને સમજાવતા કહ્યું કે, ભલે કારોબારી તથા અન્ય ગતિવિધિઓ શરૂ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે પરંતુ આ મહામારીનો ખતરો હજુ પણ યથાવત છે.
તેમણે લોકોને ‘મિશન ન્યૂ સ્ટાર્ટઅપ’ અંતર્ગત લોકડાઉનમાં મળી હેલ છૂટછાટ બાદ લોકોને ભીડભાડવાળા વિસ્તારમાં ન જવાની સાથે સાથે સામાજિક અંતર રાખવાનો આગ્રહ કર્યો.
જણાવીએ કે, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોએ 30 જૂન સુધી લોકડાઉન લાગુ કર્યું છે. તેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ જેવા રાજ્ય પણ સામેલ છે.