ઉલ્લેખનીય છે કે, વધી રહેલા કોરોના સંક્રમિત કેસને લઈને પહેલેથી જ શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ છે. જ્યારે રાતે 8 વાગ્યાથી કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 4867 સુધી પહોંચી ગઈ છે. શહેરમાં કોરાથી અત્યાર સુધી 143 લોકોના મોત થઈ ચૂક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મધ્યપ્રદેશમાં અત્યાર સુધી કોરોનાના 24095 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 7082 એક્ટિવ કેસ છે અને 16257 લોકો સાજા થઈ ગયા છે તથા 756 લોકોના મોત થઈ ચૂક્યા છે.