ઈન્ફાલ: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ થમી નથી રહ્યો. દિવસેને દિવસે સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વાયરસના સંક્રમણને રોકવા માટે કેટલાક રાજ્યોએ ફરી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. હવે મણિપુરમાં પણ 14 દિવસ માટે સંપૂર્ણ લોકાડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.


મણિપુરમાં આવતીકાલે બોપરે 2 વાગ્યાથી લોકડાઉન લાદવામાં આવશે. મુખ્યમંત્રી એન.બિરેન સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વધતા કેસને લઈને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



રાજ્યમાં અત્યાર સુધી 2015 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 1400 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને 615 દર્દીઓની સારવાર ચાલી રહી છે.