કોરોનાના પ્રકોપના કારણે બ્રિટેનમાં ફસાયેલા 93 ભારતીયને લઈને એર ઈન્ડિયાનું એક વિમાન રવિવારે સવારે દેવી અહિલ્યાબાઈ થઈને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર ઉતર્યું હતું. હવાઈ અડ્ડાના અધિકારી અર્યમા સાન્યાલે જણાવ્યું હતું કે, ‘વંદે ભારત અભિયાન’ તરફથી એર ઈન્ડિયાનું વિમાન લંડનથી મુંબઈ થઈને રવિવારે સવારે આઠ વાગે ચાર મીનિટ પર ઈન્દોર પહોંચ્યું હતું.


14 દિવસ સુધી કોરેન્ટાઈન સેન્ટરમાં રહેશે મુસાફરો

આ વિશેષ વિમાન મારફતે બ્રિટેનતી 93 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કસ્મટ વિભાગ અને ઈમિગ્રેશનની ઔપચારિકતાં કર્યાની સાથે જ તમામ યાત્રિઓને આરોગ્યની તપાસ કરવામાં આવી હતી અને તેમના સામાનનો સંક્રમ મુક્ત કરવામાં આવ્યો હતો.

સાન્યાલે જણાવ્યુ હતું કે, બ્રિટનથી સ્વદેશ પરત ફરેલા તમામ યાત્રિઓને 14 દિવસ સુધી ફરજિયાત કોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે. કોરોનાના પ્રકોપના કારણે અલગ-અગ દેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોને ભારત ‘વંદે ભારત અભિયાન’ હેઠળ પરત લાવવામાં આવ્યા છે.