નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની વચ્ચે દિલ્હી સરકારની એક જાહેરાત પર બબાલ થઇ ગઇ છે, દિલ્હી સરકાર તરફથી સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાવવામાં આવેલી એક જાહેરાતમાં સિક્કીમને નેપાલ અને ભૂટાનની સાથે અલગ દેશ તરીકે ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. હવે દિલ્હી સરકારની આ જાહેરાતને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે.
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી સિવિલ ડિફેન્સના સભ્યોની ભરતી માટે છાપામાં જાહેરાત પ્રકાશિત કરાવવામાં આવી હતી. આ જાહેરાતમાં અરજી માટે પાત્રતાના કૉલમમાં લખ્યું હતું ભારતનો નાગરિક હોય કે નેપાલ, ભૂટાન કે સિક્કીમની પ્રજા હોય. નેપાલની અને ભૂટાનની સાથે સાથે સિક્કીમને પણ ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. આ જાહેરાત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તસવીર પણ છપાયેલી છે.
સિવિલ ડિફેન્સની ભરતીને લઇને હવે કેજરીવાલ સરાકાર પર રાજકીય પક્ષો નિશાનો તાકી રહ્યાં છે. આપ સરકારે કહ્યું કે, આવા મુદ્દાઓ પર બીજેપી અને કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યાં છે.
Coronavirus: દિલ્હી સરકારની જાહેરાત પર વિવાદ, ‘સિક્કીમ’ને બતાવ્યુ ભારતથી અલગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 May 2020 09:16 AM (IST)
દિલ્હી સરકાર તરફથી સમાચાર પત્રોમાં પ્રકાશિત કરાવવામાં આવેલી એક જાહેરાતમાં સિક્કીમને નેપાલ અને ભૂટાનની સાથે અલગ દેશ તરીકે ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. હવે દિલ્હી સરકારની આ જાહેરાતને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -