કોલકત્તાઃ દેશમાં જ્યાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે, ત્યાં લોકો આને રોકવા માટે બનાવવામાં આવેલા નિયમોની ધજ્જીયાં ઉડાવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉનનુ લોકોએ ઉલ્લંઘન કર્યુ છે. બુધવારે પોલીસે એક્શન લેતા લગભગ 1000થી વધુ લોકોની આ મામલે ધરપકડ કરી છે.


પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે લૉકડાઉનનુ ઉલ્લંઘન કરનારા 1000 લોકોમાંથી 721 વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો 188 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમને જણાવ્યુ કે, 352 લોકો પર માસ્ક ના પહેરવાનો આરોપ છે, તેમની પણ ધરપકડ કરાઇ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે 21 લોકોને સાર્વજનિક સ્થાનો પર થૂંકવાના આરોપમાં પકડ્યા છે. તેમને જણાવ્યુ કે, પોલીસે 33 ગાડીઓને પણ જપ્ત કરી લીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે 31 ઓગસ્ટ સુધી સપ્તાહમાં બે વાર જ પૂર્ણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કુલ સંક્રમિતોની સંખ્યા 65258 સુધી પહોંચી ગઇ છે.