વાસ્તવમાં, સુરત કાપડની ફેક્ટરીમાં કામ કરતા ઇસરત મોહમ્મદ લોકડાઉન દરમિયાન પોતાની ગર્ભવતી પત્ની સાથે સુરતમાં ફસાયા હતા. તે પોતાના ત્રણ વર્ષના બાળક અને પત્ની સાથે ગામ જવા માંગતા હતા, બાદમાં ઉત્તર પ્રદેશ પગપાળા જવાનો નિર્ણય કર્યો.
પોતાની ગર્ભવતી પત્ની સાથે તે પગપાળા નીકળી પડ્યા, રસ્તામાં એક ટ્રક ચાલકે મદદ કરી, પરંતુ ટ્રકમાં જ ઇસરતની પત્નીને પ્રસવ પીડા થવા લાગી જેના કારણે ટ્રક ચાલક ગભરાઈ ગયો અને આ પરિવારને રસ્તા પર જ નિરાધાર છોડી દીધાં હતા. જલગાંવ શહેર પાસે આ મહિલાએ રસ્તા પર જ એક બાળકને જન્મ આપ્યો પરંતુ કોરોનાના ડરથી લોકો તેમની પાસે આવવાનું ડરી રહ્યાં હતા.
આ વાતની જાણ જ્યારે શહેરના એક કવિ કસાર નામના એક સંઘ કાર્યકર્તાને થતા તે એમ્બ્યૂલન્સ લઈને પહોંચ્યો હતો અને માતા અને નવજાત શિશુને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં બન્ને સ્વસ્થ છે. હવે ઈસરતના પરિવારને ચિંતા છે કે તે કઈ રીતે પોતાના વતન પહોંચશે.