તિરુવનંતપુરમઃ કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા કેરળના તિરુવનંતપુરમમાં લોકડાઉનને એક સપ્તાહ વધારવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રિપલ લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પિનયરાઈ વિજયને કહ્યું હતું કે, રાજ્યમાં 300 નવા કેસ સામે આવી રહ્યા છે. જો આ સ્થિતિ રહેશે તો કમ્યૂનિટી ટ્રાન્સમિશનમાં બદલાશે તો મોટી પરેશાની ઊભી થશે.

તિરુવનંતપુરમમાં કોરોનાની ગંભીર હાલતને જોતા એક સપ્તાહ સુધી લોકડાઉન વધારવાની મુખ્યમંત્રીએ ગઈકાલે જાહેરાત કરી હતી. આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રિપલ લોકડાઉન લાદવામાં આવશે. રાજ્યના પૂંથરામાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તિરુવનંતપુરમમાં છેલ્લા ત્રણ દિવસમાં 190 પોઝિટિવ કેસ માત્ર પૂંથરામાંથી છે. સમુદ્ર વિસ્તાર પૂંથરા રાજ્યની રાજધાની તિરુવનંતપુરમમાં જ આવી છે. અહીંયા ખૂબ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટેંસિંગ કડક બનાવવા વધારવા વધારાના 500 પોલીસકર્મીની નિમણૂક કરવામાં આવી છે. સરકાર આ વિસ્તારમાં માસ્ક વહેંચવા ઉપરાંત અન્ય પ્રયાસો કરી રહી છે.



થિરુવનંતપુરમમાં લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઝોનમાં ટ્રિપલ લોકડાઉન દરમિયાન માત્ર દવાની દુકાન અને જીવન જરૂરી વસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે. શાકભાજીની દુકાનો સવારે 7થી 11 સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત તમામ સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. કેરળ યુનિવર્સિટીએ લોકડાઉનના કારણે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી.

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ કેરળમાં જ નોંધાયો હતો. ત્યાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાયું હતું પરંતુ રાજ્ય સરકારે કડક પગલા લેવાની સાથે કરેલા ઉપાયોની દેશભરમાં પ્રશંસા થઈ હતી. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાની ઘણી પ્રશંસા થઈ હતી. પરંતુ લોકડાઉનના નિયમોમાં છૂટ આપવાની સાથે તિરુવનંતપુરમમાં અચાનક કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. મહારાષ્ટ્રના ધારવીમાં કેરળ મોડલ લાગુ કરીને કોરોના સંક્રમણના મામલા વધવા પર ઘણા અંશે નિયંત્રણ કરવામાં આવ્યું હતું.