Lok Sabha Election 2024 Live: ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Lok Sabha Election Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે હશે અને જનતાને ભાજપના ઉમેદવારોને મત આપવાનું કહેશે.

gujarati.abplive.com Last Updated: 16 Apr 2024 02:39 PM
વાધોડિયા વિઘાન સભા પેટા ચુંટણીમા કોંગ્રેસે ઊમેદવારી પત્ર ભર્યુ

વાધોડિયા વિઘાન સભા પેટા ચુંટણીમા કોંગ્રેસે ઊમેદવારી પત્ર ભર્યુ.


કનુભાઈ પુંજાભાઈ ગોહિલે કોંગ્રેસમાંથી ઊમેદવારી નોંઘાવી.


વડોદરાના અનગઢથી વાઘોડિયા સેવાસદન DJ સાથે રેલી સ્વરુપે પહોંચ્યા.


વડોદરા લોકસભાના કોંગ્રેસના ઊમેદવાર જશપાલસિંહ, વિરોઘ પક્ષના નેતા અમીબેન રાવત, નરેન્દ્રસિંહ રાવત, પુર્વ કોંગ્રેસના વિઘાનસભાના મંત્રી ભીખાભાઈ રબારી ઊપસ્થીત રહ્યાં.


વાઘોડિયા વિઘાનસભામા કોંગ્રેસે રેલી યોજી જનતાના આર્શીવાદ લિઘા.


કોંગ્રેસના વિઘાનસભા અને લોકસભાના ઊમેદવારનુ ફુલહારથી સ્વાગત કર્યું.


વાઘોડિયામા માત્ર એક વર્ષમા ચુંટણી લાવી ભાજપના ઊમેદવારે જનાદેશને ઠુકરાવ્યો - કનુભાઈ


મોંઘવારી, બેરોજગારી અને ગરીબી સહિત સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ સાથે કરશે ચુંટણી પ્રચાર.


વાઘોડિયામા ક્ષત્રીય વર્શીસ ક્ષત્રીય ઊમેદવાર વચ્ચે ચુંટણી જંગ.


જંગી બહુમતીથી જીતવાની આશા કનુભાઈ ગોહિલે વ્યક્ત કરી.


હુ સ્થાનિક ઊમેદવાર છુ, મહિકાંઠાંની 65% ક્ષત્રીય વસ્તી અમારી છે- કનુભાઈ


 

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું.


આમ આદમી પાર્ટીના સમર્થન સાથે જંગી લીડ સાથે જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો.


મોઘવારી,બેરોજગારી, સિંચાઇ ,આરોગ્ય ,સહિત નાં પ્રશ્નો મતદારો સમક્ષ રજુ કરી મત મેવવા નો દાવો કર્યો.


પંચમહાલ જિલ્લા મુખ્ય કોંગ્રેસ કાર્યાલયથી જૂજ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રાખી ઢોલ નગારાં સાથે રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું.

જૂનાગઢ - ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ભર્યું નામાંકન પત્ર

જૂનાગઢ - ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ભર્યું નામાંકન પત્ર.


જૂનાગઢમાં રેલી અને સભા બાદ ભર્યું ઉમેદવારી પત્ર.

નામાંકન કાર્યક્રમમાં જૂનાગઢ ગીર સોમનાથના ભાજપ આગેવાનો રહ્યાં ઉપસ્થિત.

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા સહિતના નેતાઓની ઉપસ્થિતિ.

શોભનાબેન બારૈયા એ સાબરકાંઠા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધા

ઉમેદવારી પત્ર ભર્યા બાદ શોભનાબેન બારૈયાનું નિવેદન.


5 લાખથી વધુ ની લીડથી જીત મળશે.


તમામ વિસ્તારના લોકોનો અપાર સ્નેહ પ્રચાર દરમ્યાન જોવા મળ્યો છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશનું નામ વિશ્વના ફલક પર પ્રસ્થાપિત કર્યું છે.


ભારત ને વિકાસશીલ દેશ બનાવી આત્મનિર્ભર તરફ આગળ લઈ જઈ રહ્યા છે.


સાબરકાઠાના સૌ મતદારો આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા કટિબદ્ધ.

બીજેપીના ઉમેદવાર જશુ રાઠવાએ નામાંકન દાખલ કર્યું

બીજેપીના ઉમેદવાર જશુ રાઠવાએ નામાંકન દાખલ કર્યું.


વિશાળ રેલી યોજી જિલ્લા સેવા સદન ખાતે પહોચી ઉમેદવારી પત્ર ભર્યું.


ઢોલ નગારા સાથે આદિવાસી નૃત્ય ટીમલીનો આનંદ માણી ઉજવણી કરી.


કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજાયો.


વિશાળ જન મેદની ઉમટી.

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું

પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું.


વિશ્વકર્મા મંદિર માં શિશ ઝુકાવી  ઉમેદવારી પત્ર ભરવા રવાના થયા હતા.


પંચમહાલ જિલ્લા મુખ્ય કોંગ્રેસ કાર્યાલયથી જૂજ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું.


ઉમેદવારી પત્ર ભરતી વખતે ચૂંટણી પંચના નિયમ કરતા કોંગ્રેસના સમર્થકો વધી જતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આશિષકુમાર વારંવાર સૂચનાઓ આપ્યા બાદ પણ સમર્થકો બહાર ન જતા જિલ્લા કલેકટર ગુસ્સે ભરાયા હતા. 


જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યા બાદ કોંગી કાર્યકરો ને પોલીસની મદદથી બહાર કઢાયા.

રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું

રાજકોટ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સોગંદનામુ રજૂ કર્યું.


સોગંદનામામાં પતિ પત્ની પાસે પોણા 11.5 કરોડ રૂપિયા જંગમ મિલકત હોવાનું જણાવ્યું.


વર્ષ 2022-23 માં પરસોતમ રૂપાલાએ 15,77,110 રૂ.ની આવક થઈ હોવાનું દર્શાવ્યું.


BSC, BED સુધી નો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું.


હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું દર્શાવ્યું.


કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પરષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું.

ભાવનગર બોટાદ લોકસભા બેઠકનાં ઇન્ડિયા ગઠબંધનનાં આપનાં ઉમેદવાર ઉમેશ મકવાણા આજ નોંધાવશે ઉમેદવારી

ભાવનગર બોટાદ લોકસભા બેઠકનાં ઇન્ડિયા ગઠબંધનનાં આપનાં ઉમેદવાર ઉમેશ મકવાણા આજ નોંધાવશે ઉમેદવારી.


ઉમેશ મકવાણા એ ફોર્મ ભરવા જતા પહેલા પોતાના ઘરે તેમના માતાનાં લીધા આર્શીવાદ.


પોતાના ઘરે માતાજી ના દર્શન કરી પ્રાર્થના કરી ઘરેથી નીકળશે ઉમેદવારી ફોર્મ ભરવા.


ઉમેશ મકવાણા ની દીકરી એ મીઠું મોઢું કરાવી આપ્યા આર્શીવાદ.


પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે ઉમેશ મકવાણા આજ ભરશે ફોર્મ.

ભાજપ ના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે

ભાજપ ના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.


નીમુબેન પોતાના ઘરે મંદિર ના દર્શન અને પૂજા પાઠ કરી સભા સ્થળે જવા થયા રવાના.


નિમુબેન ની સાથે ભાજપ ના શહેર પ્રમુખ સહિત ના લોકો જોડાયા.


ભાવનગર શહેર ના એ.વી.સ્કૂલ મેદાન માં ભાજપની સભા યોજાયી છે.


સભા બાદ નિમુબેન કેન્દ્રીય મંત્રી અને પોરબંદર ના ઉમેદવાર મનસુખ માંડવીયાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ યોજ્યો રોડ શો

કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ યોજ્યો રોડ શો.


પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત.


વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ જોડાયા.


મોટી માત્રામાં કચ્છ અને મોરબીના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા.


કચ્છી કોયલ ગીતા રબારી, ગાયક ઉમેશ બારોટ અને લોકસાહિત્યકાર પિયુષ ગઢવી પણ જોડાયા રોડ શોમાં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રૂપાલા પર કર્યા પ્રહાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજને લઈને કરેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રૂપાલા માફી માગવાનું નાટક કરી રહ્યા છે .


આ શબ્દોના કારણે સમગ્ર દેશની દીકરીઓનું અપમાન છે. દેશની તમામ માં - દીકરીઓની માફી માંગવી જોઈતી હતી. આ અહંકાર છે...ભારતીય જનતા પાર્ટી અહંકારમય છે. અમારી રાજકીયપક્ષોની પણ કેટલીક જવાબદારીઓ છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા જ ટિકિટ રદ કરવી જોઈતી હતી. ઈરાદા પૂર્વક ક્ષત્રિયની પાઘડી પાડવામાં આવી છે. જુદા જુદા સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજને મનાવવા માટે કરી રહ્યા છે પ્રયાસ. 

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.

જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા આજે ઉમેદવારી ફોર્મ ભરશે.


પોતાના માદરે વતન ચોરવાડ થી દેવીના આશીર્વાદ લઈ  જૂનાગઢ રવાના થયા. 


જૂનાગઢ સરદાર ચોક ખાતે રાજેશ ચુડાસમા જાહેરસભા સંબોધશે.


ત્યારબાદ જનમેદની સાથે રૈલી યોજી પોતાનુ ઉમેદવારી ફોર્મ રજૂ કરશે.


છેલ્લા બે ટમઁથી જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના સાસંદ છે રાજેશ ચુડાસમા.


ભાજપે આ વખતે પણ રાજેશ ચુડાસમાની કરી પસંદગી.

રાજકોટ ભાજપના પરસોત્તમ રુપાલાનું સંબોધન

પરષોત્તમ રૂપાલાએ પ્રધાનમંત્રી ના કામગીરી વિશે વાત કરી.


સરકારમાં પ્રથમ 100 દિવસમાં શુ કામ કરવાનું છે તેનું આયોજન થઈ રહ્યું છે.


આ સરકાર સો એ સો ટકા કામગીરી કરે છે.


પ્રધાનમંત્રી 100 ટકા કામગીરી કરી,તો આપણે 100 ટકા મતદાન થાય તેવા પ્રયાસો કરવા જોઈએ.


આપના મતથી પ્રધાનમંત્રી વૈશ્વિક તાકાત મળવાની છે.


ક્ષત્રિય અગ્રણીઓને આભાર માન્યો.


સમગ્ર દેશના ક્ષત્રિય અગ્રણીઓનળ અપીલ કરી અમારી સાથે જોડાવા.

રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સભામાં સૌરાષ્ટ્રનાં રાજકીય અગ્રણીઓ હાજર

રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સભામાં સૌરાષ્ટ્રનાં રાજકીય અગ્રણીઓ હાજર


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા.


અનેક લોકો ભ્રષ્ટાચારીઓ જેલમાં ગયા.


દેશના ટુકડે ટુકડા થાય એવા લોકો બીજી બાજુ.


રૂપાણીએ રામ મંદિરની વાત કરી.

પોરબંદર લોકસભા અને પેટા ચૂંટણી વિધાનસભા માટે કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા આજે નામાંકન પત્ર ભરશે.

પોરબંદર લોકસભા અને પેટા ચૂંટણી વિધાનસભા માટે કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા આજે નામાંકન પત્ર ભરશે.


નામાંકન પત્ર ભરવા પહેલા જિલ્લા કોંગ્રેસ મહાત્મા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કિર્તિ મંદિરે બાપુને નમન કર્યું.


પોરબંદર લોકસભામાં કોંગ્રેસના  ઉમેદવાર લલિત વસોયા અને વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા નામાંકન પત્ર ભરશે.


પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રીનાથજી હવેલી એ દર્શન કરવા લલિત વસોયા અને વિધાનસભાના ઉમેદવાર રાજુ ઓડેદરા પહોંચ્યા.


પેરેડાઇઝ નજીક બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ મેળવ્યા.


હવે સુદામા ચોક ખાતે સભાની સંબોધન કરશે.


 

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો તુષાર ચૌધરી આજે કરશે નામાંકન

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો તુષાર ચૌધરી આજે કરશે નામાંકન.


ડો તુષાર ચૌધરી કડાવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા મંદિરે દર્શન કરી સભા સ્થળે પહોંચશે.


સભા સ્થળે પહોંચી કાર્યકર્તાઓને સંબોદિત કર્યા બાદ શક્તિ પ્રદર્શન કરશે.


રોડ શો યોજી નામાંકન કરવા જિલ્લા સેવા સદન ખાતે પહોંચશે.


થોડી વારમાં કોંગ્રેસ ઉમેદવાર ડો તુષાર ચૌધરી ઉમિયા મંદિર હિંમતનગર પહોંચશે.

ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આજે ફોર્મ ભરાશે.

નડિયાદ શહેરમાં આવેલ ઇપ્કોવાલા હોલ ના ગ્રાઉન્ડમાં પહેલા જંગી સભાને સંબોધિત કરશે.


ભવ્ય બાઇક રેલી અને રોડ શો સાથે તેઓ ફોર્મ ભરવા જિલ્લા કલેકટર કચેરી જશે.


આ કાર્યક્રમમાં ખેડા લોકસભામાં આવતી સાત વિધાનસભામાંથી હજારો કાર્યકરો ઉપસ્થિત રહેશે.


પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.


જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. 


દેવુસિંહ ચૌહાણ લોકસભાના ઉમેદવાર તરીકે ચોથી વખત ફોર્મ ભરશે.


ફોર્મ ભરતા પેહલા દેવુસિંહ ચૌહાણ એ સંતોના આશીર્વાદ મેળવ્યા.


વડતાલના નૌતમ સ્વામી અને સંત સ્વામીએ આશીર્વાદ આપ્યા.


તેમના નિવાસ સ્થાને દેવુસિંહ ચૌહાણને આશીર્વાદ આપવા પધાર્યા.

વિસનગર તાલુકાના વાલમ ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરાઈ સોગંધવીધી

વિસનગર તાલુકાના વાલમ ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરાઈ સોગંધવીધી.


કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા માટે કરાઈ સોગંદવિધિ.


રામજીભાઈ ઠાકોરની મુલાકાત સમયે ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોએ લીધા સોગંધ.


તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો કોંગ્રેસના ઉમેદવારને મત આપે તેવી કરાઈ સોગંધવિધિ.

પાલનપુરના ચડોતર ખાતે ભાજપની સભા

ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે ભરસે નામાંકન.


સભા બાદ બાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી ભરસે ઉમેદવારી પત્ર.


સભા સ્થળે સાંસદ પરબતભાઈ પટેલ,રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઈ,જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અનેક આગેવાનો જોવા મળ્યા.


થોડી વારમાં રાજેસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પહોંચશે.


અલ્પેશ ઠાકોર,બળવતસિંહ રાજપૂત સહિત આગેવાનો રહશે હાજર.

સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલ ભરશે ઉમેદવારી ફોર્મ

ફોર્મ ભરતા પહેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની પત્રકાર પરિષદ.


મુકેશ દલાલનું નીવેદન, ભગવાનની પૂજા કર્યા બાદ વિજય મુહૂર્ત છે, તે મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. માત્ર ગણતરીના લોકો ઉમેદવારી ફોર્મ ભરવામાં જોડાશે. સમગ્ર દેશ મોદીમય અને રામમય માહોલમાં ફેરવાઈ ગયો છે.


મતદાર ગરમી ઠંડી જોતો નથી, વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છે. માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે કે બુથ કક્ષાનો કાર્યકર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પોહચી શકે છે. મેં વિચાર્યું નહોતું કે મને ટીકીટ મળશે. હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલ છું. આ ચૂંટણી માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદીની કામગીરી પર છે. વિકાસના ફળો છેવાડાના માનવી સુધી પોહચી રહ્યા છે. કોંગ્રેસ માત્ર ચૂંટણી વખતે મુદ્દાઓ ઉભા કરે છે. હમણાં સુધી મેં 4 લાખ સુધીના લોકોનો સંપર્ક કર્યો છે. ધર્મગુરુઓ, વિધાનસભા પ્રમાણે સમાજના આગેવાનોને મળ્યો છે. હમણાં સુધી 150 થી વધુ મિટિંગો થઈ ચુકી છે. કોંગ્રેસનો ક્યાંય પ્રચાર દેખાતો નથી. હું 14 તારીખથી મેદાનમાં છું. હું પૂરેપૂરો સમય ચૂંટણી પ્રચારમાં વ્યતીત કરી રહ્યો છું. મહાઠગ બંધનની કોઈ ઇફેક્ટ સુરતમાં દેખાતી નથી. આ એક ઠગ ટોળકી છે, તમામ ભ્રષ્ટાચારીઓ આ ઠગબંધનમાં જોડાયા છે. આવનારા સમયમાં ડાયમંડ ઉદ્યોગ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝનાં જે કોઈ પણ પ્રશ્નો આવશે, તે પ્રશ્નોનો પડકાર ઝીલવાની મારી તૈયારી છે.

ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સિંહ ડાભી આજે ઉમેદવારી ફોર્મ ભરશે

ભરતસિંહ ડાભી પંચમુખી હનુમાન દાદા અને નગર દેવી કાલિકા મંદિર એ દર્શન કરીને સભા યોજશે.


ભરત સિંહ ડાભી સાથે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા રહશે હાજર.


શિશુ મંદિર ગ્રાઉન્ડ ખાતે 9:30 કલાકે પ્રથમ સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચશે.


12.39 કલાકે મુરત સાથે ભરતસિંહ ડાભી ફોર્મ ભરશે.

પરસોત્તમ રૂપાલા તેમના નિવાસસ્થાનેથી ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા 

પરસોત્તમ રૂપાલા તેમના નિવાસસ્થાનેથી ઉમેદવારી નોંધાવવા માટે નીકળ્યા.


સાંસદ રામ મોકરિયા અને ધારાસભ્ય રમેશ તિલાળા સાથે નીકળ્યા રૂપાલા.


રપલાએ ઘરેથી નિકળતા વિકટરી સાઈન દર્શાવી.


મોટા કાફલા સાથે નીકળ્યા પરસોત્તમ રૂપાલા.

સુરત:-આજે સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ ભરશે ઉમેદવારી ફોર્મ

વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા જવા નીકળશે.


લાલ દરવાજા સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતેથી વિજયમુહૂર્તમાં જિલ્લા સેવા-સદન પોહચશે.


ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને કરશે પૂજા-પાઠ.


પૂર્વ મંત્રી દર્શના ઝરદોષ,શહેર ભાજપ પ્રમુખ,સહિત નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યાના જોડાશે.


ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સુરત લોકસસભા બેઠક પર ભાજપનું શક્તિ-પ્રદર્શન જોવા મળી શકે.


જેમાં મોટી સંખ્યાના કાર્યકરોની હાજરી રહે તેવી શકયતા.


બપોરના 12.39 કલાકના વિજય મુહૂર્તમાં જિલ્લા સેવાસદન ખાતે નોંધાવશે પોતાની ઉમેદવારી.

રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા આજે ફોર્મ ભરશે.

ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણી બાદ સૌથી વધુ ચર્ચામાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા.


સવારે 9 વાગ્યે જાગનાથ મંદિર યાજ્ઞિક રોડ થી પદયાત્રાનો પ્રારંભ કરશે.


વર્તમાન પરિસ્થિતિને લઈને પરસોતમ રૂપાલા સજજડ સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે ફોર્મ ભરશે.


પદયાત્રા કરીને તેઓ જાગનાથ મંદિરથી બહુમાળી ભવન પહોંચશે.


બહુમાળી ભવન ખાતે 10:00 વાગ્યે સભાને સંબોધન કરશે.


12.39 વિજય મુહૂર્તમા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે.


આ સમયે રાજકોટના ધારાસભ્યો સાંસદો સંગઠનના હોદ્દેદારો અને રાજકીય, સામાજિક,ઔદ્યોગિક તથા વેપારી અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.


ઉમેદવારીપત્ર ભરવાની સાથે જ ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળશે.

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (16 એપ્રિલ) બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સૌથી પહેલા સવારે 10 વાગ્યે બિહારના ગયા જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. અહીં પીએમ એનડીએના ઉમેદવાર અને બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી માટે વોટ માંગશે. ગયામાં આ ચૂંટણી રેલી સાથે પીએમ મોદી ચાર લોકસભા બેઠકો મગધ, ગયા, નવાદા, જમુઈ અને ઔરંગાબાદના મતદારોને અપીલ કરશે.


આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના બાલુરઘાટ પહોંચશે. અહીં પણ તેઓ જનસભાને સંબોધશે. ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટથી ઉમેદવાર છે. પીએમ મોદી મજુમદાર માટે જનતા પાસેથી વોટ માંગશે. આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના રાયગંજ જશે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. રાયગંજથી ભાજપના કાર્તિક ચંદ્ર પાલ ઉમેદવાર છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.