Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશના વિવિધ ભાગોમાં પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન ગુરુવારે (16 મે) કેન્દ્રીય ગૃહમંત્રી એક રેલીને સંબોધવા બિહારના મધુબની પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગૌહત્યામાં સામેલ લોકોને કડક ચેતવણી આપી હતી. તેમણે જનતાને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે પણ અપીલ કરી હતી જેથી ગૌહત્યામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.


બિહારના મધુબનીમાં જનતાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "પહેલાં આ વિસ્તારમાં મોટા પાયે ગૌહત્યાના કિસ્સા નોંધાયા હતા. તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો, ગૌહત્યા કરનારાઓને ઊંધા લટકાવીને સીધા કરવાનું કામ અમે કરીશું.


અમિત શાહનો ઇન્ડિયા ગઠબંધન પર હુમલો 
રેલીને સંબોધિત કરતી વખતે ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "ઇન્ડિયા ગઠબંધનના આ લોકો આજે કહે છે કે પીઓકેની વાત ના કરો, પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ છે. હું તેમને કહેવા માંગુ છું કે તમારે પાકિસ્તાનના એટમ બૉમ્બથી ડરવું જોઈએ, મોદીજીના નેતૃત્વમાં ભારત એટલું મજબૂત છે. એટમ બૉમ્બથી ડરવાની જરૂર છે, હું આજે અહીંથી એમ કહીને નીકળું છું કે આ પીઓકે અમારું છે અને અમે તેને લઈશું.






'પીએમ મોદીએ દેશને આગળ વધારવાનું કામ કર્યુ'
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, "નરેન્દ્ર મોદીજી દેશના પહેલા અતિ પછાત વડાપ્રધાન છે. 50-60ના દાયકામાં એક ચર્ચા ચાલતી હતી કે લોહિયાજીની થીયરી દેશમાં ચાલશે કે નહીં, હું આજે લોહિયાજીને પ્રણામ કરીને કહેવા માંગુ છુ કે અતિ પછાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને સૌથી વધુ આગળ વધારવાનું કર્યુ છે."






કર્પૂરી ઠાકુરને લઇને આરજેડી પર સાધ્યુ નિશાન 
આરજેડી પર નિશાન સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "હું લાલુ યાદવને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે બિહારમાં 15 વર્ષ સુધી અને કેન્દ્રમાં 10 વર્ષ સુધી મુખ્યમંત્રી અને મંત્રી પદ સંભાળ્યું. તમે ક્યારેય ભારત રત્નનું સન્માન નથી આપ્યું. કર્પૂરી ઠાકુર મોદીજીએ માત્ર બિહાર જ નહીં પરંતુ સમગ્ર દેશના દલિતો, વંચિતો, પછાત વર્ગો, માતાઓ અને ખેડૂતોનો અવાજ ઉઠાવવા બદલ કર્પૂરી ઠાકુરજીનું સન્માન કર્યું.