Lok Sabha Election 2024: ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે. 


4 જુનના રોજ પરિણામ આવશે


તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
તબક્કો 3: 7 મે 2024 મતદાન
તબક્કો 4: 13 મે 2024 મતદાન
તબક્કો 5: 20 મે 2024 મતદાન
તબક્કો 6: 25 મે 2024 મતદાન
તબક્કો 7: 1 જૂન 2024 મતદાન


15 હાઈપ્રોફાઈલ બેઠકો પર ક્યારે થશે મતદાન ?


વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક, અહીં 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન છે.
ગાંધીનગર: ગૃહમંત્રી અમિત શાહની બેઠક, અહીં 7 મેના રોજ મતદાન
વાયનાડ: રાહુલ ગાંધીની બેઠક, અહીં 26 એપ્રિલે મતદાન થશે. 
અમેઠી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની બેઠક, અહીં 20 મેના રોજ મતદાન થશે. 
વિદિશાઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે, 7 મેના રોજ મતદાન થશે.
લખનઉઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહની બેઠક, અહીં 20 મેના રોજ મતદાન થશે. 
તિરુવનંતપુરમઃ કોંગ્રેસના વર્તમાન સાંસદ શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અહીંથી મેદાનમાં છે, 26 એપ્રિલે મતદાન થશે.
ગુનાઃ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અહીંથી મેદાનમાં, 7 મેના રોજ મતદાન. 
કરનાલ: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે, અહીં 25 મેના રોજ મતદાન થશે.
હરિદ્વાર: ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત અહીંથી મેદાનમાં, 19 એપ્રિલે અહીં મતદાન
નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની બેઠક, અહીં 19 એપ્રિલે મતદાન
મુંબઈ ઉત્તર: કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ પહેલીવાર આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, અહીં 20 મેના રોજ મતદાન થશે.
કોટા: લોકસભા સ્પીકર ઓમ બિરલાની સીટ, અહીં 26 એપ્રિલે મતદાન થશે. 
હમીરપુર: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની બેઠક, અહીં 1 જૂને મતદાન
નોર્થ ઇસ્ટ દિલ્હી: વર્તમાન બીજેપી સાંસદ મનોજ તિવારીની સીટ, અહીં 25 મેના રોજ મતદાન


13 રાજ્યોની 26 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે.


રાજીવ કુમારે કહ્યું કે લોકસભા ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને ગુજરાત સહિત 13 રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે. સંબંધિત રાજ્યોમાં લોકસભા ચૂંટણીની એ જ તારીખે પેટાચૂંટણી માટે મતદાન થશે. આમાં હિમાચલમાં સૌથી વધુ છ, ગુજરાતમાં પાંચ અને ઉત્તર પ્રદેશમાં ચાર બેઠકો છે.