ABP Cvoter Lok Sabha Exit Poll 2024: આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએનો સામનો કરવા માટે સપા અને કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન કર્યું હતું, જ્યારે બહુજન સમાજ પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં હતી. આવી સ્થિતિમાં અહીં ઘણી બેઠકો પર ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો હતો. પીડીએનું સૂત્ર આપનાર ઈન્ડિયા ગઠબંધન શું દલિત વોટબેંકમાં સેંધ મારવામાં સક્ષમ હતું કે આ વખતે પણ દલિતો માયાવતીની સાથે ઉભા રહ્યા છે.  આ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.


આ ચૂંટણીમાં ભાજપ, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીને કેટલા ટકા વોટ મળ્યા છે તેના આંકડા તમને ચોંકાવી દેશે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે 2019ની ચૂંટણીમાં ભાજપને 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા. આ વખતે પણ ભાજપ આ આંકડાની નજીક જોવા મળી રહ્યો છે.






કોને કેટલી બેઠકો મળવાની શક્યતા ?


વોટ ટકાવારીની વાત કરીએ તો એનડીએને યુપીમાં 44.1 ટકા વોટ શેર અને ઈન્ડિયા ગઠબંધનને 36.9 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. BSP માટે આ આંકડો 14.2 ટકા છે.


સીટોની વાત કરીએ તો એનડીએ એટલે કે ભાજપ અને તેના સહયોગીઓને યુપીમાં 62-66 સીટો મળી શકે છે. બીજી તરફ સપા અને કોંગ્રેસના ઈન્ડિયા એલાયન્સને 15-17 સીટો મળવાની શક્યતા છે. જો બસપાના સંદર્ભમાં આ એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે તો વર્ષ 2019માં 10 બેઠકો જીતનાર બસપાને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. 


લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનના તમામ તબક્કાઓ શનિવાર (1 જૂન, 2024)ના રોજ પૂર્ણ થયા હતા. આ પછી એક્ઝિટ પોલના પરિણામો પણ આવ્યા. એક્ઝિટ પોલના પરિણામો અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર બમ્પર સીટો સાથે સરકાર બનાવતી દેખાઈ રહી છે. આંકડાઓ અનુસાર આ વખતે એનડીએ ગઠબંધન અગાઉના આંકડાને પણ પાર કરશે. NDA દેશભરમાં 543માંથી 353-383 સીટો કબજે કરી શકે છે. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને   152-182 બેઠકો મળવાની આશા છે.