નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદૂ જાહેર કરી છે. આ યાદીમાં 40 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. સ્ટાર પ્રાચરોકની યાદીમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સ્થાન મળ્યું છે.



પાર્ટીએ જ્યોતિરાદિત્ય સિંધઇયા જેવા યુવા ચેહરાને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપ્યું છે. ઉપરાંત સચિન પાયલટ, નવજોત સિંહ સિદ્ધૂ, આરપીએન સિંહ, જતિન પ્રસિદ, ગુલામ નબી આઝાદને પણ સામેલ કરવામાં આવ્યા છે.

સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને પાટીદાર નેતા હાર્દિક પટેલને પણ સ્થાન આપ્યું છે.