Lok Sabha Elections 2024: ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વ્યવસ્થા અનુસાર, જમ્મુ અને ઉધમપુરના વિવિધ કેમ્પ અથવા વિસ્તારોમાં કાશ્મીરી સ્થળાંતરિત મતદારોએ હવે 'ફોર્મ M' ભરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ જે વિસ્તારમાં નોંધાયેલા છે અથવા રહે છે ત્યાંના ખાસ મતદાન મથકો પર મતદાન કરી શકશે.


આ સાથે, પંચે દિલ્હી અને દેશના અન્ય સ્થળોએ રહેતા સ્થળાંતરકારો માટે 'ફોર્મ M' ફાઇલ કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. અગાઉ તેમને ગેઝેટેડ અધિકારીઓ દ્વારા પ્રમાણિત કરવાની જરૂર હતી પરંતુ હવે તેઓ સ્વ-પ્રમાણિત કરી શકશે. ચોક્કસ મતદાન મથકો પર ડુપ્લિકેશન ટાળવા માટે, મતદારોએ મતદાર ઓળખ કાર્ડ અથવા પંચ દ્વારા નિર્ધારિત કોઈપણ વૈકલ્પિક દસ્તાવેજ સાથે રાખવા આવશ્યક છે.


પોસ્ટલ બેલેટ સુવિધામાં કોઈ ફેરફાર નથી અને તે પહેલાની જેમ જ રહેશે,. પોસ્ટલ બેલેટ મેળવવા માટે લોકોએ ફોર્મ 12C ભરવાનું રહેશે. કોઈપણ સ્થળાંતર ફોર્મ 12C ભરી શકે છે, પછી ભલે તે ક્યાં પણ રહેતો હોય તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ સાથેની બેઠક બાદ પંચે આ નિર્ણય લીધો હતો.


 જમ્મુ-કાશ્મીરમાં કેટલા તબક્કામાં મતદાન થશે


 જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી પાંચ તબક્કામાં યોજાશે - 19 એપ્રિલ (ઉધમપુર), 26 એપ્રિલ (જમ્મુ), 7 મે (અનંતનાગ-રાજૌરી), 13 મે (શ્રીનગર) અને 20 મે (બારામુલ્લા).






દેશમાં આ 7 તબક્કામાં યોજાશે મતદાન



  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે.

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.