Atal Bihari Vajpayee Jayanti: આજે દેશભરમાં અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. અટલ બિહારી વાજપેયી ભારતીય રાજકારણના મહાન નેતા અને પ્રભાવશાળી વિચારક હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. પ્રખ્યાત પત્રકાર કુલદીપ નાયરે અટલ અને રાજકુમારી કૌલ વચ્ચેના સંબંધોને એક મહાન 'લવ સ્ટોરી' ગણાવી છે. આ પ્રેમને બંન્નેએ કોઇ નામ તો આપ્યું નહોતું પરંતુ તે કોઈનાથી છૂપાયેલા પણ નહોતા.
પત્રનો જવાબ મળ્યો ન હતો
1940ના દાયકામાં અટલ બિહારી વાજપેયી અને રાજુકમરી કૌલ ગ્વાલિયરમાં વિક્ટોરિયા કોલેજમાં ભણતા હતા. આ એ જમાનો હતો જ્યારે છોકરા અને છોકરી વચ્ચેની મિત્રતાની કદર થતી ન હતી. યુવા અટલ બિહારી વાજપેયીએ એક પુસ્તકમાં રાજુકમારી કૌલ માટે પ્રેમ પત્ર લખ્યો હતો, પરંતુ તેમને આ પત્રનો જવાબ મળ્યો ન હતો. એવું નહોતું કે રાજુકમારી કૌલે જવાબ આપ્યો ન હતો. તેમણે જવાબ આપ્યો હતો પરંતુ તે પુસ્તક ક્યારેય અટલ સુધી પહોંચી શક્યું ન હતું. બાદમાં રાજુકમારી કૌલના લગ્ન બ્રિજ નારાયણ કૌલ સાથે થયા હતા.
લગ્ન કરવા માંગતી હતી રાજકુમારી
રાજુકમારી કૌલના નજીકના મિત્ર અને બિઝનેસમેન સંજય કૌલે કહ્યું હતું કે તે અટલજી સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ તેમના પરિવારના સભ્યો ક્યારેય તૈયાર ન હતા. કૌલ પોતાને શ્રેષ્ઠ માનતા હતા. અટલ બિહારી વાજપેયી પણ બ્રાહ્મણ હોવા છતાં કૌલ પોતાને તેમનાથી ઉપર માનતા હતા.
અટલ અને રાજુકમારી કૌલને પ્રખ્યાત પત્રકાર કુલદીપ નાયરે નજીકથી જોયા હતા. તેઓ તેને એક સુંદર વાર્તા ગણાવતા હતા. તે સમયે બધા જાણતા હતા કે શ્રીમતી કૌલ અટલના પ્રિય હતા. કુલદીપ નાયરે એક અખબારમાં લખ્યું હતું કે રાજકુમારી કૌલ અટલ બિહારી માટે સર્વસ્વ છે. તેમણે અટલની ખૂબ સેવા કરી. તેઓ તેમના મૃત્યુ સુધી તેમની સાથે હતા. 2014માં તેમનું અવસાન થયું હતું. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ અને સુષ્મા સ્વરાજ તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.