ગત મંગળવાર 24 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર વટહુકમને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજ્યપાલ પાસે પાસ કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબેન પટેલે આ વટહુકમને મંજૂરી આપી દીધી છે.
વટહુકમ મુજબ દગો કરીને ધર્મ બદલાવવા બદલ 10 વર્ષ સુધીની સજા થશે. આ ઉપરાંત સહમતિથી ધર્મ વરિવર્તન માટે જિલ્લાધિકારીને બે મહિના પહેલ સૂચના આપવાની રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે તેઓ લવ જેહાદ પર નવો કાયદો લાવશે. જેથી કરીને લાલચ, દબાણ, ધમકી કે ભ્રમિત કરીને લગ્ન કરવાની ઘટનાઓને અટકાવી શકાય.
યુપી સરકારના વટહુકમ મુજબ બળજબરી કે દગાથી કે ધર્મ પરિવર્તન માટે 15,000 રૂપિયાના દંડની સાથે 1-5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જો SC-ST સમુદાયની સગીરાઓ અને મહિલાઓ સાથે આવી ઘટના ઘટે તો 25,000 રૂપિયા સુધીનો દંડ અને 3-10 વર્ષ સુધીની જેલની સજા થશે.