નવી દિલ્હીઃ લૉકડાઉનની વચ્ચે ગૃહિણીઓને મોટી રાહત મળી છે, LPG સિલીન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્ડેનની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં 14.2 કિલો નૉન સબ્સિડીની કિંમત હવે 744 રૂપિયા થઇ ગઇ છે.
પહેલા દિલ્હીમાં આ સિલીન્ડર 805.50 રૂપિયાના ભાવમાં મળી રહ્યો હતો, આ પ્રમાણે દિલ્હીમાં નૉન સબ્સિડી સિલીન્ડર 61.50 રૂપિયા સસ્તો થયો છે.
આ પ્રમાણે હવે નૉન સબ્સિડી સિલીન્ડરની કિંમત કોલકત્તામાં 774.50 રૂપિયા, મુંબઇમાં 714.50 રૂપિયા અને ચેન્નાઇમાં 761.50 રૂપિયા થઇ ગઇ છે. જે ક્રમશઃ 839.50 રૂપિયા, 776.50 રૂપિયા અને 826 રૂપિયા હતો.
આ સતત બીજો મહિનો છે, જ્યારે એલપીજીની કિંમતો ઘટી છે, છેલ્લે ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવ વધ્યા હતા. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં 14 કિલોગ્રામના ગેસ સિલીન્ડરના ભાવ 144.50 રૂપિયા વધી ગયો હતો. કોલકત્તામાં 149 રૂપિયા, મુંબઇમાં 145 રૂપિયા અને ચેન્નાઇમાં 146 રૂપિયાનો વધારો થયો હતો.
લૉકડાઉનમાં ગૃહિણીઓને રાહત, LPG સિલીન્ડરના ભાવમાં થયો આટલો ઘટાડો......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Apr 2020 10:52 AM (IST)
ઇન્ડેનની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં 14.2 કિલો નૉન સબ્સિડીની કિંમત હવે 744 રૂપિયા થઇ ગઇ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -