UP Corona News: ઉત્તરપ્રદેશમાં કોરોનાના મામલા સતત વદી રહ્યા છે. નોયડા અને લખનઉમાં કોરોનાના મામલાએ સરકારની ચિંતા વધારી દીધી છે. જે બાદ હવે લખનઉની સ્કૂલોમાં પણ કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. લખનઉની માઉંટ ફોર્ટ સ્કૂલમાં આજે કોરોનાના મામલા સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગ કરી રહ્યું છે તપાસ
લખનઉની માઉંટ ફોર્ટ સ્કૂલમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. જે બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમે કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીના સંપર્કમાં આલા અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. આ પહેલા લો માર્ટિનિયર ગર્લ્સ કોલેજ, કેથેડ્રલ, ડીપીએસ અને મિલેનિયમ સ્કૂલ સહિત અન્ય સ્કૂલોના મળીને 20થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યા હતા.
દેશના આ જાણીતા શહેરમાં કોરોનાના કેસ વધતાં 31 મે સુધી લાગુ કરાઈ કલમ 144
યુપીના નોયજા અને ગાઝિયાબાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જે બાદ હવે સરકારે નોયડામાં 31 મે સુધી કલમ 144 લાગુ કરી છે. જોકે માસ્ક અને અન્ય નિયમો પર પહેલા જ સરકારે કડક કર્યા હતા.ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ અને નોયડામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના મામલા વધી રહ્યા છે. જેને લઈ સરકારે નોયડા, ગાઝિયાબદ, લખનઉ સહિત રાજ્યના સાત જિલ્લામાં માસ્ક ફરજિયાત કર્યુ હતું. જોકે સ્થિતિમાં કોઈ સુધારો નહોતો થયો અને કેસ વધવા લાગ્યા હતા. જેને લઈ સરકારે 31 મે સુધી કલમ 144 લાગુ કરી છે. સરકારેઆ ફેંસલો નોયડામાં કોરોનાના વધતાં કેસને લઈ આ ફેંસલો કર્યો છે.
ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશ્નરે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ટોચના અધિકારીઓની મંજૂરી વગર કોઈ ધરણા કે ભૂખ હડતાળ નહીં થાય. કોઈ જાહેર જગ્યા પર પૂજા કે નમાજની મંજૂરી નહીં આપવામાં આવે. સ્કૂલોમાં પરીક્ષા દરમિયાન કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરાશે.
નોયડામાં થોડા દિવસોથી સતત કોરોનાના 100થી વધુ મામલા સામે આવતા હતા. આ દરમિયાન ઘણા સ્કૂલ બાળકો પણ સંક્રમિત થયા હોવાના સમાચાર આવ્યા હતા. છેલ્લા થોડા દિવસોથી સતત વધી રહેલા મામલાને જોતાં ડીએમે એડવાઇઝરી જાહેર કરીને લોકોને નહીં ગભરાવાની અપલી કરી હતી.