India-France Innovation Forum:ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેનો પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો. તેમણે ફોટોને "જય હો" કેપ્શન આપ્યું. અગાઉ, મેક્રોને મુંબઈમાં ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમને સંબોધિત કર્યું. સંબોધન દરમિયાન, તેમણે મજબૂત ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો અને કહ્યું કે ફ્રાન્સ હંમેશા ભારતનું પ્રતિબદ્ધ ભાગીદાર રહેશે.

ભારત-ફ્રાન્સ ઇનોવેશન પર જોર 

મેક્રોને કહ્યું કે, વૈશ્વિક ચર્ચા હવે ભારત ઇનોવેટ કરે છે કે નહીં તે અંગે નથી, પરંતુ ભારત સાથે કોણ ઇનોવેશન કરવા માંગે છે. તે અંગે છે. તેમણે કહ્યું કે, ફ્રાન્સ એકમાત્ર સ્પષ્ટ જવાબ છે અને ભારત સાથે મજબૂત રીતે ઉભો છે. તેમનો સંદેશ એ હતો કે ભારત-ફ્રાન્સ સંબંધ હંમેશા શાશ્વત રહેશે.

Continues below advertisement
Continues below advertisement

પેરિસમાં ઇનોવેશન  ડે મનાવાશે 

મેક્રોને જણાવ્યું હતું કે, PM મોદીના સૂચન પર, G7 સમિટના એક દિવસ પહેલા પેરિસમાં  ઇનોવેશન ડે  ઉજવવામાં આવશે. તેનું આયોજન ફ્રાન્કો-ઇન્ડિયન ઇનિશિયેટિવ હેઠળ કરવામાં આવશે. બંને દેશોના ઘણા વિદ્યાર્થીઓ અને સંશોધકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી અને મેક્રોને ભારત-ફ્રાન્સ ઇનોવેટ ઇયર ઓફર ઇનોવેશન લોન્ચ કરતા ઇનોવેશનના  વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો.                   

ભારતીય CEOએ બનાવી  વૈશ્વિક ઓળખ

મેક્રોને કહ્યું કે, ભારત-ફ્રાન્સ ભાગીદારી મુખ્ય તકનીકી સફળતાઓ સુધી મર્યાદિત નથી. તે રોજિંદા જીવનને વધુ સારું, સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે ભારતની તકનીકી પ્રગતિની પ્રશંસા કરી અને મોટી કંપનીઓમાં ભારતીય CEO ની વૈશ્વિક હાજરી પર પ્રકાશ પાડ્યો. તેમણે આલ્ફાબેટ, માઈક્રોસોફ્ટ, આઈબીએમ, એડોબ અને પાલો અલ્ટો નેટવર્ક્સ જેવી કંપનીઓમાં ભારતીય મૂળના નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત માત્ર વૈશ્વિક ઇનોવેશનમાં ભાગ લેતું નથી પણ તેનું નેતૃત્વ પણ કરે છે.