આ વેબસાઇટ પર હજારો લોકો જોડાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે, જસ્ટિસ ફૉર હાથરસ નામથી બનાવવામાં આવી હતી. દાવો છે કે આ વેબસાઇટમાં હાથરસને લઇને હિંસાની આગ ફેલાવવા શું કરવાનુ છે અને શુ નથી કરવાનુ તે વિસ્તારથી બતાવવામાં આવ્યુ છે.
એ પણ જાણવા મળ્યુ છે કે મદદના નામ પર હિંસા ફેલાવવા માટે ફન્ડિંગની પણ વ્યવસ્થા કરવામા આવી રહી હતી. મોટા સમાચાર એ છે કે PFI, SDPI જેવા સંગઠનો જે નાગરિકતા કાયદાના વિરોધ હિંસામાં સામેલ હતા તે જ સંગઠનોએ યુપીમાં પણ હિંસા ફેલાવવા માટે વેબસાઇટ તૈયાર કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
હિંસા ભડકાવવા વાળી વેબસાઇટ પર શું નિર્દેશ આપવામાં આવ્યા?
- વેસ્લિન,સનસ્ક્રીન, તેલ ના લગાવો, આનાથી કેમિકલની અસર થશે.
- કૉન્ટેક્ટ લેન્સ ના પહેરો, કેમિકલથી આંખોને નુકશાન થઇ શકે છે.
- ઘરેણા, ટાઇ જેવી વસ્તુના પહેરો, આસાનીથી પકડાઇ શકો છો.
- ખુલ્લા અને મોટા વાળ ના રાખો.
- બ્રાન્ડેડ કપડાં ના પહેરો કેમકે આનાથી પકડાઇ જવાનો ખતરો છે.
- કાળા ઢીલા કપડા પહેરો, પોલીસ જાડા અને પાતળાને શોધશે.
- સ્વીમિંગ ચશ્મા પહેરો જેનાથી આંખોને ટિયર ગેસથી બચાવી શકાય.
- પાણીમાં પલળેલી પટ્ટી બાંધો, આનાથી કેમિકલથી બચાશે.
- આખા શરીરને ઢાંકીને રાખો, જેથી મરચાંના પાવડરથી બચી શકાય.
- પગમાં સ્નીકર પહેરો જેથી દોડવામાં આસાની રહેશે.
- સાયકલની ટૉપી પહેરો, ટિયર ગેસથી બચી શકો છો.
- ગ્લવ્સ પહેરો, આનાથી ગરમ ટિયર ગેસને પાછો મોકલી શકાય છે.
- કોઇપણ ઘટના પહેલા પ્લાન કરો.
- હિંસા કરવાની જગ્યાને ઓળખો.
- જરૂર પડ્યે ક્યાં સંતાવવુ છે, પહેલાથી તૈયાર કરો.
- પોલીસને જોતા જ ગેસ માસ્ક પહેરો.
- પોલીસની કાર્યવાહીનો વીડિયો બનાવી લો.
- એકલા ના જાઓ, કોઇ સંબંધીને કે પરિચિતને સાથે લઇ જાઓ.
- ક્રેડિટ કાર્ડ, એટીએમ ના લઇ જાઓ, કેશનો ઉપયોગ કરો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ