હાથરસ ગેંગરેપ પર BJP ધારાસભ્યએ કહ્યું દીકરીઓને સંસ્કાર આપો, ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ- આ માણસ જૂનો પાપી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 08:29 AM (IST)
આ ગેંગરેપ પર વાત કરતાં સુરેન્દ્ર સિંહે કહ્યું, હું ધારાસભ્યની સાથે એક શિક્ષક પણ છું. આ ઘટનાઓ સંસ્કારથી અટકી શકે છે.
મુંબઈઃ યૂપીના હાથરસમાં થયેલ ગેંગરેપના દોષિતોને કડક સજા આપવાની માગ ઉઠી રહી છે. તમામ બોલિવૂડ સેલિબ્ર્ટી આ મામલે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છેચ એવામાં હવા આ કેસને લઈને ભાજવ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહેના નિવેદન પર સેલિબ્રિટીઝ અને તમામ સોશિયલ મીડિયા યૂઝર્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્ર સિંહના હાથરસ કેસને લઈને વાત કરતાં કહ્યું કે, દીકરીઓને સંસ્કાર આપવા જોઈએ. જ્યારે ધારાસભ્યના આ નિવેદન પર બોલિવૂડની અનેક અભિનેત્રીઓએ નારાજગી વ્યક્ત કરતાં પ્રતિક્રિયા આપી છે. સુરેન્દ્ર સિંહનું નિવેદન આ ગેંગરેપ પર વાત કરતાં સુરેન્દ્ર સિંહે કહ્યું, “હું ધારાસભ્યની સાથે એક શિક્ષક પણ છું. આ ઘટનાઓ સંસ્કારથી અટકી શકે છે. શાસન અને તલવારથી અટકવાની નથી. તમામ માતા-પિતાનો ધર્મ છે કે પોતાની જવાન દીકરીને એક સંસ્કારિક વાતારણમાં રહેવા, ચાલવા અને શાલીન વ્યવહાર કરવાની રીત શીખવાડે.” સ્વરા ભાસ્કરનું ટ્વીટ સુરેન્દ્ર સિંહના આ નિવેદન પર અનેક બોલિવૂડ અભિનેત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સુરેન્દ્ર સિંહનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઉન્નાવ રેક કેસ પર વાત કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં સ્વરા ભાસ્કરે લખ્યું- ‘આ માણસ જૂનો પાપી છે. #RapeDefender BJP MLA Surendra Singh'