સિંગરોલી: મધ્યપ્રદેશના સિંગરોલીમાં રવિવારે સવારે બે માલગાડીઓ સામ સામે ધડાકાભેર ટકરાઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. બન્ને માલગાડીના આગળના ડબ્બા ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ઘટનાની જાણ થતા એનટીપીસી અને સ્થાનીક પોલીસ ટીમ પહોંચી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

પ્રાપ્ત જાણકારી અનુસાર બેઢન થાણા વિસ્તારના રિહંદ નગરમાં એક માલગાડી કોલસો લઈને જઈ રહી હતી જ્યારે બીજી તરફથી એજ ટ્રેક પર આવતી માલગાડી ખાલી હતી. બન્ને ગાડીઓની સ્પીડ વધારે હતી. સામે સામે ટકરાતા આગળના ભાગને નુકસાન થયું છે.


આ રેલવે ટ્રેકનો ઉપયોગ કોલસો લાવવા અને લઈ જવા માટે માલગાડીઓ માટે થાય છે. આ ઘટનામાં મોટી લાપરવાહી સામે આવી છે કે, એક જ રેલવે ટ્રેક પર બે માલગાડીઓને જવાની મંજૂરી આપવામાં આવી.