ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં CAAના સમર્થનમાં કરશે રેલી, લેફ્ટ સંગઠન કરી શકે છે વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Mar 2020 07:45 AM (IST)
અમિત સાહ સીએએ, એનઆરસી અને એનપીઆરના સમર્થનમાં યોજાનારી મોટી રેલીને સંબોધન કરશે. ત્યારે દિલ્હીમાં ભડકેલી હિંસાને લઈ લેફ્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે, અમિત શાહને કાળા વાવટા દેખાડી વિરોધ કરશે.
NEXT PREV
કોલકાતા: દિલ્હીમાં ભડકેલી હિંસા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીએએ, એનઆરસી અને એનપીઆરના સમર્થનમાં યોજાનારી રેલીને સંબોધન કરશે. શાહ કોલકાતામાં શહીદ મીનાર ગ્રાઉન્ડ પર રેલીને સંબોધન કરશે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગૃહમંત્રી આજે કોલકતામાં 11.30 વાગ્યે એનજીએસના સ્પેશિયલ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરશે. તેના બાદ 2.30 વાગ્યે શહીદ મીનાર પર જનસભાને સંબોધન કરશે અને સાંજે 4 વાગ્યે કાલીઘાટ મંદિરમાં પૂજા અર્ચના કરશે. ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસો સુધી મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારે અમિત શાહની રેલીને મંજરી આપી નહોતી જો કે બાદમાં મંજૂરી આપવામાં આવી હતી. ભાજપ રેલીને મેગા શો બનાવવાની તૈયારીમાં છે. જાણવી દઈએ કે, થોડાક મહિના બાદ બંગાળમાં શહેરી વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને 2021મં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે. એવામાં રાજકીય પરિસ્થિતિઓને જોતાં અમિત શાહની રેલી અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજી તરફ દિલ્હીમાં ભડકેલી હિંસાને લઈ લેફ્ટ સંગઠનોએ ચેતવણી આપી છે કે, અમિત શાહને કાળા વાવટા દેખાડી વિરોધ વિરોધ કરશે. આ પહેલા જ્યારે વડાપ્રધાન મોદી કોલકાતામાં હતા ત્યારે પણ લેફ્ટ સંગઠનના કાર્યકર્તાઓએ વિરોધમાં કાળા વાવટા દેખાડ્યા હતા.