મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં જીત માટે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ કમર કસી લીધી છે. રાજ્યમાં 28મી નવેમ્બરે ચૂંટણી થવાની છે અને તેનું પરિણામ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સાથે 11મી ડેસમ્બરે આવશે. આ ચૂંટણીમાં ખરો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. વિધાનસભાની 230 સીટ માટે ચૂંટણી થશે. વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 165 બેઠકો મેળવીને સત્તા હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 58 બેઠકો મળી હતી. મધ્યપ્રદેશમાં સાત જાન્યુઆરી પહેલા નવી સરકાર બનાવવાની છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લગતી તમામ ખબરો માટે આ પેજ પર આપનું સ્વાગત છે.