નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના પૂર્વ મખ્યમંત્રી અને ભાજપના કદ્દાવર નેતા બાબૂલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષીય બાબૂલાલ ગૌરની મંગળવારે તબીયત વધારે બગડી ગઈ હતી. તેમનું બ્લડ પ્રેશમ ઘટી જવાની સાથે પલ્સ રેટ પણ ઘટી ગયા હતા. બાબૂલાલ ગૌરની કિડની સંપૂર્ણ રીતે કામ કરી રહી ન હતી. તેઓ છેલ્લા 14 દિવસથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા.


ભાજપ તરફથી નિવેદન કરાયું છે કે બાબુલાલ ગૌરનો પાર્થિવ દેહ 12-30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી પ્રદેશ ભાજપ કાર્યાલય માટે રવાના થશે જ્યાં ભાજપના કાર્યકર્તા અને નાગરિક તેમના અંતિમ દર્શન કરશે. જે બાદ બપોરે 2 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બાબુલાલ ગૌર 23 ઓગસ્ટ 2004થી 29 નવેમ્બર 2005 સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યાં. ગૌરનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના નૌગીર ગામમાં બે જૂન 1930નાં રોજ થયો હતો. તેઓ 1946થી આરએસએસ સાથે જોડાયાં હતા, તેઓ ભારતીય મજૂર સંઘના સંસ્થાપક સભ્ય પણ રહ્યાં હતા.