બીજેપી નેતા યશોધરા રાજે સિંધિયા અને ભૂપેન્દ્ર સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતી. હરસૂદ વિધાનસભાથી સાત વખત ધારાસભ્ય પહેલા વિજય શાહ ઉપરાંત રહલી વિધાનસભા સીટના ગોપાલ ભાર્ગવે પણ શપથ લીધા હતા.
15 મહિનામાં જ કોંગ્રેસ સરકારનું થયું પતન
જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થક છ મંત્રીઓ સહિત 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ 20 માર્ચે કમલનાથે રાજીનામું આપવું પડ્યું હતું અને 15 મહિનામાં જ કોંગ્રેસ સરકારનું પતન થયું હતું. શિવરાજે 23 માર્ચે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉન દરમિયાન આશરે એક મહિના સુધી તેમણે એકલા જ સરકાર ચલાવી હતી.
મધ્યપ્રદેશમા 24 સીટ પર યોજાશે પેટા ચૂંટણી
મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં 24 સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેથી પાર્ટીનું ધ્યાન ચૂંટણી વાળા વિસ્તારમાં પકડ મજબૂત કરવા પર છે. તેથી સિંધિયાની સાથે આવેલા મંત્રીઓ અને ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવી રહ્યું છે.